ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો
July 07, 2025
મુંબઈ : ગત માર્ચમાં ભારતથી અમેરિકામાં દવાની નિકાસ વાર્ષિક ધોરણે ૭૩.૯૯ ટકા વધીને ૧.૫૬૧ બિલિયન ડોલર થઈ છે. તે જ સમયે, માર્ચમાં નિકાસ ફેબુ્રઆરીની તુલનામાં લગભગ ૭૧ ટકા વધી હતી. ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ફાર્મેક્સિલ)ના ડેટા દર્શાવે છે કે આ તેજી એવા સમયે આવી છે જ્યારે સંભવિત યુએસ ટેરિફ પર વાતચીત ચાલી રહી છે. ડેટા દર્શાવે છે કે એપ્રિલમાં અમેરિકામાં નિકાસ ૭.૨૭ ટકા ઘટીને ૮,૯૮૩.૪ મિલિયન ડોલર થઈ છે જે એપ્રિલ ૨૦૨૪ માં ૯,૬૮૭.૯ મિલિયન ડોલર હતી. જોકે, મે મહિનામાં નિકાસ સુધરીને ૧૩.૩૪ ટકા વધીને ૮,૧૩૪.૧ મિલિયન ડોલર થઈ હતી. એકંદરે, એપ્રિલ અને મે મહિનામાં અમેરિકામાં નિકાસ ૩ ટકા વધી હતી. ભારતમાંથી આયાત પર ટેરિફ એપ્રિલથી અમલમાં આવવાની અપેક્ષા હતી, પરંતુ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. ભારત અને અમેરિકાએ હજુ સુધી વચગાળાના વેપાર કરારની જાહેરાત કરી નથી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અઠવાડિયાની શરૂઆતમાં સંકેત આપ્યો હતો કે તેઓ ટૂંક સમયમાં દેશોને ડયુટી પત્રો મોકલવાનું શરૂ કરશે. ભારતની દવાના નિકાસના સંદર્ભમાં અમેરિકા સૌથી મોટું બજાર છે. ભારતની કુલ દવા નિકાસમાંથી ૩૪.૫૧ ટકા અમેરિકા મોકલવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માં, ભારતે યુએસમાં ૧.૦૫૧૫ બિલિયન ડોલરના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની નિકાસ કરી છે.
Related Articles
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં તેજી: સેન્સેક્સ 77,245 અને નિફ્ટી 24,096 ના સ્તરે ખૂલ્યા
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં...
Apr 29, 2026
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા: વૈશ્વિક બજારમાં ઘટાડો છતાં સ્થાનિક સોના-ચાંદીમાં તેજી
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા:...
Apr 21, 2026
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો ડંકો : દેશના કુલ એક્ટિવ રોકાણકારોમાં રાજ્યનો 12.5% હિસ્સો
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતન...
Apr 20, 2026
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,0...
Apr 15, 2026
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ અને નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યાં, રોકાણકારોને રાહત
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ અને નિ...
Apr 01, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો કહેર: કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચ્ચિ પહોંચ્યા
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો કહેર: કુવૈતથી 20 ભા...
Apr 01, 2026
Trending NEWS
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો......
01 May, 2026
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026