ઓડિશાની SCB મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ, દર્દીઓ સહિત 10ના મોત
March 16, 2026
કટકઃ ઓડિશાના કટકમાં આવેલ એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગમાં ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ ભીષણ આગના કારણે 10 લોકોના મોત થયા હોવાનું પણ સૂત્રાએ જણાવ્યું છે. આ 10 લોકોમાં મોટાભાગના દર્દીઓ સામેલ હતાં. આજે સવારે 3 વાગ્યાની આસપાસ ટ્રોમા કેર વિભાગમાં આગ લાગી હતી. ટ્રોમા કેર આઈસીયુમાં દાખલ કરેલા દર્દીઓનું પણ મોત થયું છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અગમ્ય કારણોસર ટ્રોમા કેર વિભાગના ઈમરજન્સી વિભાગમાં પહેલા માળ પર આગ લાગી હતી. આ લાગ લાગતાની સાથે જ ફાયર સેફ્ટી સિસ્ટમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યાં હતાં. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગની ત્રણ ગાડીઓને પણ તૈનાત કરી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં આગ લાગી હોવાના કારણે ભાગદોડ સર્જાઈ હતી.
સ્થિતિને જોતા આઈસીયુમાં ભરતી કરેલા દર્દીઓને અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં હતાં. તેમ છતાં 10 લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ શા કારણે લાગી તે અંગે કોઈ જાણકારી મળી નથી. જેથી આગ શા કારણે લાગી તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ હોસ્પિટલની સુરક્ષા પર સવાલો થઈ રહ્યાં છે.
આ મામલે જાણ થતાની સાથે જ રાજ્યના મુખ્ય પ્રધાન મોહન માઝી હોસ્પિટલ પહોંચીને આ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. એટલું જ નહીં પરંતુ દર્દીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં ત્યાં જઈને દર્દીઓ સાથે મુલાકાત કરી હતી. મુખ્ય પ્રધાન સાથે ઘટનાસ્થળ પર અન્ય અનેક અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026