ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ ડીલ થવાની તૈયારી! ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે થઈ વાતચીત
June 06, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આજે ગુરુવારે (5 જૂન) ફોન પર વાતચીત થઈ હતી. બંને દેશ વચ્ચે ટેરિફ મુદ્દા ચાલી રહેલી વાટાઘાટ દરમિયાન આ વાતચીત થઈ હતી. બંને દેશ વચ્ચેના ટેરિફ વ્યવહારની વાતચીતની અસર વૈશ્વિક વેપાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ચીનના વિદેશ મંત્રાલયે આ ફોનિક વાતચીતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, આ ફોન કોલ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, વ્હાઇટ હાઉસ તરફથી આ અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
અમેરિકા અને ચીન વચ્ચે 12 મેના રોજ એક કરાર થયો હતો. જેમાં બંને દેશોએ ટેરિફ ઓછો કરવાને લઈને સહમતિ દાખવી હતી. પરંતુ આ પછી વાટાઘાટો અટકી ગઈ હતી. જેની પાછળનું કારણ બંને દેશ વચ્ચે ચાલી રહેલી આર્થિક પ્રતિસ્પર્ધા હોવાનું માનવામાં આવે છે. જ્યારે ટ્રમ્પે બુધવારે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, 'મને ચીનના રાષ્ટ્રપતિ શી ગમે છે અને હું હંમેશા તેમને પસંદ કરીશ, પણ તેઓ ખૂબ જ કઠોર છે અને તેમની સાથે સમાધાન કરવું અત્યંત મુશ્કેલ છે!'
અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે, ચીન મહત્ત્વપૂર્ણ ખનિજોની નિકાસમાં સહયોગ કરી રહ્યું નથી. તે જ સમયે, ચીન કહે છે કે, અમેરિકા તેની હાઇ-ટેક ચિપ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકી રહ્યું છે અને વિદ્યાર્થી વિઝા પર પણ પ્રતિબંધ મૂકી રહ્યું છે, જે તેમની કોલેજો અને પીએચડી વિદ્યાર્થીઓને અસર કરી રહ્યું છે.
અગાઉ ટ્રમ્પે જિનપિંગ પર આરોપ લગાવ્યો હતો
તમને જણાવી દઈએ કે, અગાઉ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ કરારનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. 30 મેના રોજ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે બે અઠવાડિયા પહેલા જ્યારે ચીનમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવા લાગી હતી, ત્યારે મેં તેમને એક ડીલ દ્વારા તે પરિસ્થિતિમાંથી બચાવ્યા હતા. પરંતુ જ્યારે ત્યાં બધું સામાન્ય થઈ ગયું છે, ત્યારે તેઓ કરારનું સંપૂર્ણ ઉલ્લંઘન કરી રહ્યા છે.
મે મહિનાની શરૂઆતમાં અમેરિકા અને ચીને જીનેવામાં ઉચ્ચ અધિકારીઓ સાથેની વાતચીત બાદ 90 દિવસ માટે લગાયેલા ટેરિફને અસ્થાયી રીતે ઓછો કરવા સહમતિ દાખવી હતી. આ કરાર બાદ અમેરિકાએ ચીની આયાત પર ટેરિફને 145 ટકા ઘટાડીને 30 ટકા અને ચીને અમેરિકી સામાનો પર 125 ટકાથી 10 ટકા ટેરિફ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ નિર્ણયોને કારણે શેરબજારોમાં ભારે ઉતાર-ચઢાવ આવ્યો છે અને વૈશ્વિક વેપારની સ્થિરતા પણ જોખમમાં છે.
વર્ષ 2024માં અમેરિકાએ ચીન સાથે 295 અરબ ડોલરની વેપાર ખાધનો સામનો કરવો પડ્યો હતો. આમ અમેરિકાએ ચીન પાસેથી મોટાપાયે આયાત કરી, પરંતુ નિકાસ બહુ ઓછી કરી હતી. બીજી તરફ, ચીન ખુદ ધીમે થઈ રહી અર્થવ્યવસ્થાની ચિંતાનો સામનો કરી રહ્યું છે. કોવિડ-19 મહામારીને કારણે રિયલ એસ્ટેટ કટોકટી અને લાંબા લોકડાઉનને કારણે ચીનની સ્થાનિક માગ નબળી પાડી દીધી છે. જેના કારણે ચીનના આર્થિક વિકાસ પર અસર પડી છે.
ટ્રમ્પે અનેક વખત આશાવાદી વલણ રાખ્યું હતુ કે, તે ચીન સાથે મોટાપાયે વેપાર કરાર કરી શકે. પરંતુ હવે તે નિરાશ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે લખ્યું હતું કે, 'ખરાબ સમાચાર એ છે કે, આપણી સાથે થયેલા કરારનું ચીને સંપૂર્ણપણે ઉલ્લંઘન કર્યું છે. હવે સારા માણસ બનવાનો કોઈ ફાયદો નથી.'
Related Articles
અમેરિકામાં આભ ફાટ્યું: 10 ઈંચ વરસાદ બાદ ટેક્સાસમાં પૂર, 24ના મોત અને 20 યુવતીઓ ગુમ
અમેરિકામાં આભ ફાટ્યું: 10 ઈંચ વરસાદ બાદ...
Jul 05, 2025
પાકિસ્તાનના કરાંચીમાં 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી, 7ના મોત, 8 ઈજાગ્રસ્ત
પાકિસ્તાનના કરાંચીમાં 5 માળની ઈમારત પત્ત...
Jul 05, 2025
ઈરાન પર હુમલો કર્યા બાદ અમેરિકાનું એક B2 બોમ્બર ક્યાં ગયું, શું ખરેખર ઈરાને તોડી પાડ્યું?
ઈરાન પર હુમલો કર્યા બાદ અમેરિકાનું એક B2...
Jul 05, 2025
રશિયાના હથિયારોમાં અમેરિકાની ટેક્નોલોજી? 3 સંસ્થાના સંયુક્ત રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
રશિયાના હથિયારોમાં અમેરિકાની ટેક્નોલોજી?...
Jul 05, 2025
આર્જેન્ટિનામાં PM મોદી અને રાષ્ટ્રપતિ મિલેઇ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત
આર્જેન્ટિનામાં PM મોદી અને રાષ્ટ્રપતિ મિ...
Jul 05, 2025
કરાચીમાં ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશયી થતાં 7ના મોત, 8 ઘાયલ
કરાચીમાં ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશયી...
Jul 05, 2025
Trending NEWS

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025
05 July, 2025

05 July, 2025
05 July, 2025
05 July, 2025

05 July, 2025