Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

અમેરિકાના ટેક્સાસમાં 10 ઇંચ વરસાદ ખાબકતાં ભારે પૂર, 13નાં મોત, 20થી વધુ છોકરી ગુમ

July 05, 2025

અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં રાતોરાત ભારે વરસાદે તબાહી મચાવી છે. અહેવાલો અનુસાર, માત્ર થોડા કલાકોમાં જ એટલો વરસાદ પડ્યો જેટલો સામાન્ય રીતે મહિનાઓમાં પડતો નથી, જેના કારણે ગુઆડાલુપ નદીમાં પૂર આવ્યું. નદીમાં પૂરને કારણે ઓછામાં ઓછા 13 લોકોએ જીવ ગુમાવ્યા અને ગર્લ્સ સમર કેમ્પમાં આવેલી 20 થી વધુ છોકરીઓ ગુમ થઈ ગઈ. બચાવ ટીમ હેલિકોપ્ટર અને બોટ દ્વારા જોરદાર પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

કેરવિલે કાઉન્ટીમાં રાત્રે 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું. રાષ્ટ્રીય હવામાન વિભાગના જણાવ્યાનુસાર, હન્ટ નજીક ગુઆડાલુપ નદીનું પાણીનું સ્તર માત્ર 2 કલાકમાં 22 ફૂટ સુધી વધી ગયું. કાઉન્ટી જજ રોબ કેલીએ કહ્યું કે ઘણા લોકોના મૃતદેહ મળી ગયા છે, પરંતુ તેમની ઓળખ હજુ સુધી થઈ નથી. તેમણે કહ્યું, 'અમારા પ્રયાસો ચાલુ છે, પરંતુ પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે.' 

હંટમાં સ્થિત કેમ્પ મિસ્ટિક નામનો એક ખાનગી ખ્રિસ્તી છોકરીઓનો સમર કેમ્પ આ પૂરની ઝપેટમાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે જણાવ્યું હતું કે કેમ્પની 23 છોકરીઓ હજુ પણ ગુમ છે. તેમણે ટેક્સાસના લોકોને છોકરીઓની સલામતી માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે.  કેમ્પ મિસ્ટિકે માતાપિતાને એક ઇમેઇલ મોકલીને જણાવ્યું હતું કે જે બાળકો મળી આવ્યા છે તેમના પરિવારોને જાણ કરવામાં આવી છે. જો કે, કેમ્પમાં વીજળી, વાઇ-ફાઇ અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે.