જમ્મુ -શ્રીનગર હાઇવે પર અમરનાથ યાત્રીઓની ચાર બસો અથડાઇ, 25ને ઇજાગ્રસ્ત

July 05, 2025

અમરનાથ યાત્રા દરમિયાન રામવન જિલ્લાના ચંદરકોટ લંગર સ્થળ પાસે પહલગામ તરફ જઇ રહેલી યાત્રિકોના બસનો કાફલો એકબીજા સાથે ટકરાઇ હતી. કુલ 4 બસો હતી. આ ઘટનામાં 25 યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે એક બસની બ્રેક અચાનક જ ફેઇલ થઇ ગઇ. આ કારણોસર પાછળ આવતી 3 બસો એકબીજા સાથે અથડાઇ ગઇ. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા છે.

ઘટનાને પગલે પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રામવનના ડે.કમિશનર ઇલિયાસ ખાને હોસ્પિટલની મુલાકાત લઇને તીર્થયાત્રીઓના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. તેમણે કહ્યું કે બ્રેક ફેલ થવાને કારણે 4 બસો એકબીજા સાથે અથડાઇ હતી. જેમાં 20-25 યાત્રિકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે મોટાભાગના લોકોને સામાન્ય ઇજા પહોંચી છે.