માફ કરજો મિત્રો! વિદાય લઈ રહી છું...', જાણીતી ટીવી અભિનેત્રીની પોસ્ટ જોઈ ફેન્સ ચોંક્યા
July 05, 2025

અનિતા હસનંદાની એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે અને તેને ખૂબ જ પસંદ પણ કરવામાં આવે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, પરંતુ હવે તેણે એવી પોસ્ટ કરી છે કે જે વાંચીને તેના ચાહકો નારાજ થઈ ગયા છે. અનિતાએ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ કરી છે જેમાં તેણે ચાહકોની માફી માંગી છે અને લખ્યું છે કે હું સાઈન ઓફ કરી રહી છું. અનિતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે, 'માફ કરશો મિત્રો... હું સાઇન ઓફ કરી રહી છું. ઘણા સમયથી બધું ખૂબ જ લાઉડ ચાલી રહ્યું છે... હવે મારે ફરીથી મારી જાતને સાંભળવી પડશે.' આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે અનિતા રિયાલિટી ટીવી શો પર પાછા ફરવાની અફવા છે. અહેવાલો અનુસાર, તે ટૂંક સમયમાં આગામી શો 'ગોરિયા ચલી ગાંવ'માં સ્પર્ધક બની શકે છે. આ શો મરાઠી હિટ જૌ બાઈ ગાવતથી પ્રેરિત છે. આ શોમાં 12 જાણીતી અભિનેત્રીઓ શહેરી સુખ-સુવિધાઓથી દૂર એક ગામમાં 10 અઠવાડિયા વિતાવશે. ઉપરાંત, તેઓ ત્યાં તેમના ફોન અને ફેસેલીટી વિના રહેશે અને પરંપરાગત ચૂલા પર રસોઈ કરવી અને કુવાઓમાંથી પાણી લાવવું જેવા રોજિંદા કાર્યો કરશે. તાજેતરમાં, નિર્માણ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે અનિતાએ તાજેતરમાં શોના નિર્માતાઓને મળી છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અનિતા અગાઉ ફિયર ફેક્ટર: 'ખતરોં કે ખિલાડી', 'નચ બલિયે' અને 'ઝલક દિખલા જા' જેવા શોમાં જોવા મળી ચૂકી છે.
Related Articles
કરીના નવી ફિલ્મમાં ઘોસ્ટ બનશે, નાની વયના હિરો સાથે દેખાશે
કરીના નવી ફિલ્મમાં ઘોસ્ટ બનશે, નાની વયના...
Jul 19, 2025
'હેરી પોટર' ફેમ એમા વોટ્સને સ્પીડ લીમિટ કરતાં વધુ ઝડપે કાર હંકારી, જુઓ કેવો દંડ ફટકારાયો
'હેરી પોટર' ફેમ એમા વોટ્સને સ્પીડ લીમિટ...
Jul 19, 2025
'પંચાયત' સીરિઝના જાણીતા એક્ટરને આવ્યો હાર્ટ ઍટેક, હોસ્પિટલમાં દાખલ
'પંચાયત' સીરિઝના જાણીતા એક્ટરને આવ્યો હા...
Jul 16, 2025
'કામમાં મજા નથી આવતી, મને તો એમ હતું કે હું મંત્રી બનીશ', ભાજપ સાંસદ કંગના રણૌતનું મોટું નિવેદન
'કામમાં મજા નથી આવતી, મને તો એમ હતું કે...
Jul 16, 2025
બોલિવૂડ પૈસા અને નંબર ગેમની દોડમાં ફસાઈ ગયું, દિગ્ગજ અભિનેતા 'મુન્નાભાઈ' નો કટાક્ષ
બોલિવૂડ પૈસા અને નંબર ગેમની દોડમાં ફસાઈ...
Jul 15, 2025
Trending NEWS

અમેરિકા સાથે વેપાર કરતી વખતે ભારતે સાવચેત રહેવું પ...
19 July, 2025

'5 ફાઇટર જેટ્સ તોડી પાડ્યા...', ભારત-પાકિસ્તાન સંઘ...
19 July, 2025

અમેરિકા જવાનો ક્રેઝ ઓસર્યો, ભારતીય વિદ્યાર્થીઓમાં...
19 July, 2025

અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટ સહિત ભારતના આ રાજ્...
19 July, 2025

ટ્રમ્પે રુપર્ટ મર્ડોક અને વોલ સ્ટ્રીટ જર્નલ સામે 1...
19 July, 2025

સ્કાય ડાઈવર બોમગાર્ટનરનું પેરા ગ્લાઈડિંગ અકસ્માતમા...
19 July, 2025

કરીના નવી ફિલ્મમાં ઘોસ્ટ બનશે, નાની વયના હિરો સાથે...
19 July, 2025

'હેરી પોટર' ફેમ એમા વોટ્સને સ્પીડ લીમિટ કરતાં વધુ...
19 July, 2025

ઓસ્ટ્રેલિયાએ જાહેર કર્યા ક્લાઈમેન્ટ વિઝા
19 July, 2025

લોસ એન્જેલસના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં બોમ્બ વિસ્ફ...
19 July, 2025