બોલીવૂડમાં પુનરાગમન કરી રહી હોવાનો પ્રિયંકા ચોપરાનો સંકેત

July 05, 2025

મુંબઈ : પ્રિયંકા ચોપરા જોનાસે ફરી બોલીવૂડમાં કામ  કરવાનો  સંકેત આપ્યો છે.  તેણે કહ્યું હતુ કે, મને હિંદી ફિલ્મોની અને ભારતની બહુ યાદ આવે છે એટલું જ નહી . આ વર્ષે હું ભારતમાં કામ કરવા માટે ઉત્સાહિત છું.  પ્રિયંકા હાલ  એસએસ રાજામોલીની એસએસએમબી-૨૯માં મહેશ બાબુ સાથે કામ કરી રહી છે. જોકે, તેના આ સંવાદને જોતાં તે બોલીવૂડમાંથી કેટલાક વધુ પ્રોજેક્ટ સ્વીકારે  તેવી શક્યતા છે.  પ્રિયંકા ચોપરા જોનાસના ભારતમાં હજી પણ અસંખ્ય પ્રશંસકો છે, જેનો ફાયદો ફિલ્મ નિર્માતાઓને મળી શકે એમ છે. હવે આગામી દિવસોમાં  પ્રિયંકા કોઈ પ્રોજેક્ટની જાહેરાત કરે છે કે કેમ  તેની રાહ જોવાઈ રહી છે.