દેશને આતંકવાદથી બચાવવા 12 દેશના નાગરિકોને નો-એન્ટ્રી, 7 દેશો પર આંશિક પ્રતિબંધ લાદશે
June 05, 2025
વોશિંગ્ટન ડીસી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 12 દેશના લોકોને અમેરિકામાં પ્રવેશવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો છે. તેમણે કહ્યું હતું કે અમેરિકાની સુરક્ષા અને લોકોના જીવનની સુરક્ષા માટે આ પગલું જરૂરી છે.
આ પ્રતિબંધ 9 જૂનથી અમલમાં આવી રહ્યો છે. આ ઉપરાંત 7 દેશના નાગરિકો પર પણ આંશિક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઇમિગ્રેશન અને નોન-ઇમિગ્રેશન વિઝા બંને પર લાગુ થશે.
ટ્રમ્પે બુધવારે રાત્રે એક સત્તાવાર ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા, જે મુજબ 12 દેશના લોકોને અમેરિકામાં પ્રવેશવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે બધા 12 દેશમાં મુસ્લિમ બહુમતી વસતિ છે. એનાં નામ છે - અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, કોંગો, ઇક્વેટોરિયલ ગિની, એરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમન. મહત્વપૂર્ણ વાત એ છે કે ટ્રમ્પ કહે છે કે અમે અમેરિકાને આતંકવાદ સામે સુરક્ષિત કરી રહ્યા છીએ, પરંતુ નવાઈની વાત એ છે કે આતંકને આશરો આપતા પાકિસ્તાનનું નામ આ યાદીમાં સામેલ નથી!
ટ્રમ્પે કહ્યું...
અમેરિકાને એવા વિદેશી નાગરિકોથી સુરક્ષિત રાખવું જરૂરી છે, જેઓ આતંકવાદી હુમલા કરવાનો, રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો, નફરત ફેલાવવાનો અથવા ઇમિગ્રેશન કાયદાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરે છે.
ટ્રમ્પે કહ્યું- વિઝા આપતી વખતે સાવધાની રાખો
ટ્રમ્પે અન્ય દેશોના નાગરિકોને વિઝા આપતી વખતે સાવધાની રાખવા કહ્યું છે. તેમણે કહ્યું હતું કે વિઝા આપતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એવા લોકો અમેરિકા ન આવે, જે અમેરિકનો અથવા દેશનાં હિતોને નુકસાન પહોંચાડી શકે.
ટ્રમ્પે કહ્યું...
QuoteImage
ઇમિગ્રેશન વિઝા પર આવતા લોકો કાયમી રહેવાસી બની જાય છે, તેથી તેમની તપાસ કરવી વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. સુરક્ષા ખતરો હોય તો પણ આ લોકોને બહાર કાઢવા મુશ્કેલ હોય છે. બીજી તરફ, નોન-ઇમિગ્રેશન વિઝા પર આવતા લોકોની તપાસ ઓછી થાય છે, તેથી એવા દેશોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે જ્યાં ઓળખ અને માહિતી શેરિંગ સંબંધિત વ્યવસ્થાઓ સારી નથી.
Related Articles
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90 સ્થળે સ્ટ્રાઇક
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90...
Jul 10, 2026
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્યાહૂએ કરી ટેલિફોનિક વાતચીત
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્ય...
Jul 10, 2026
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં 1,20,000ની છટણી
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં...
Jul 10, 2026
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી...', ઈરાન પર ભડક્યા ટ્રમ્પ, દુનિયાના ધબકારા વધ્યાં
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી....
Jul 08, 2026
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ...
Jul 07, 2026
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026