સંદીપ રેડ્ડી વાંગાની 'Spirit' માટે 20 કરોડ હતી દિપીકા પાદુકોણની ફીસ, હવે તૃપ્તિ ડિમરીને મળશે
May 27, 2025

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ'થી રાતોરાત સ્ટાર બની ગયેલી તૃપ્તિ ડિમરી પાસે ફિલ્મોનો ધસારો છે. આગામી દિવસોમાં તે 'ધડક 2' અને 'સ્પિરિટ' માં લીડ રોલમાં જોવા મળશે. તે 'ધડક 2'માં સિદ્ધાંત ચતુર્વેદી સાથે અને 'સ્પિરિટ'માં પ્રભાસની સામે જોવા મળશે. ખાસ વાત એ છે કે તેણે 'સ્પિરિટ' માટે દીપિકા પાદુકોણને રિપ્લેસ કરી છે. તેનાથી પણ મોટી વાત એ છે કે તૃપ્તિ બીજી વખત સંદીપ રેડ્ડીના ડાયરેક્શનમાં કામ કરશે. દિપીકાએ અચાનક આ ફિલ્મ છોડી દીધી છે. તૃપ્તિ ડિમરીએ બે દિવસ પહેલા 'સ્પિરિટ'નું ટાઈટલ પોસ્ટર અનેક ભાષાઓમાં શેર કરતા એક ઈમોશનલ નોટ પણ લખી હતી, 'હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો. આ સફરમાં મારા પર વિશ્વાસ કરવા બદલ હું ખૂબ આભારી છું. સંદીપ રેડ્ડી વાંગા આભાર. તમારા વિઝનનો હિસ્સો બનીને ગર્વ અનુભવી રહી છું.' વાંગાએ પણ તેની પોસ્ટ પર રિપ્લાય કરતા લખ્યું કે, 'મારી ફિલ્મની ફીમેલ લીડ હવે ઓફિશિયલ છે.' અહેવાલ પ્રમાણે દીપિકા પાદુકોણના આ પ્રોજેક્ટ છોડવા પાછળનું કારણ સંદીપ રેડ્ડી વાંગા સાથેના અનેક વિવાદો હતા. દિપીકાએ કથિત રીતે 20 કરોડ રૂપિયાથી વધુ ફી અને પુત્રી દુઆની સંભાળ રાખવા માટે એછા સમયનું શૂટિંગ રાખવાની માગ કરી હતી. આ શરતો સંદીપની કામ કરવાની રીત અને ફિલ્મના વિઝન સાથે મેળ નહોતી ખાતી. એક અહેવાલ પ્રમાણે તૃપ્તિ ડિમરીને 'સ્પિરિટ'માં લીડ રોલ માટે લગભગ 4 કરોડ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે, જે દીપિકા પાદુકોણની ફી કરતા 75 ટકા ઓછી છે. જોકે, દિપીકાના ફિલ્મ છોડવાનું કારણ ફાયનાન્શિયલ નથી અને ન તો તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકા પાદુકોણની 'ગંદી પીઆર ગેમ' માટે ટીકા કરી. તેણે કોઈનું નામ લીધા વિના ટ્વીટ કર્યું, જેને લોકો દીપિકા સાથે જોડી રહ્યા છે. વાંગાએ લખ્યું છે કે, એક અભિનેતા અને ફિલ્મ નિર્માતા વચ્ચે એક વણલિખિત કરાર હોય છે કે તેઓ ફિલ્મ સંબંધિત માહિતી લીક નહીં કરે. તે એક NDA એટલે કે નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ હોય છે, પરંતુ તે ડિસ્ક્લોઝ કરી દીધું કે તુ કેવી માણસ છો...તુ તારાથી નાના એક્ટરનું અપમાન અને સ્ટોરી લીક કરી રહી છો? શું આ જ તારું ફેમિનિઝમ છે? એક ફિલ્મ મેકર તરીકે હું મારી ક્રાફ્ટ માટે વર્ષો સુધી મહેનત કરું છું. મારા માટે ફિલ્મ મેકિંગ જ સર્વસ્વ છે. તુ આ વાત નહીં સમજે, તને નહીં સમજાય.
Related Articles
રાઈટ્સના વિવાદમાં કંગનાની તનુ વેડ્સ મનુ-થ્રી અટકી
રાઈટ્સના વિવાદમાં કંગનાની તનુ વેડ્સ મનુ-...
Sep 09, 2025
એક્સિડન્ટ બાદ મોતની અફવા મુદ્દે કાજલ અગ્રવાલની સ્પષ્ટતા, કહ્યું- હું સુરક્ષિત છું
એક્સિડન્ટ બાદ મોતની અફવા મુદ્દે કાજલ અગ્...
Sep 09, 2025
દુબઈમાં એવોર્ડ સમારંભમાં મેકર્સની પુષ્પા-થ્રી બનાવવાની જાહેરાત
દુબઈમાં એવોર્ડ સમારંભમાં મેકર્સની પુષ્પા...
Sep 08, 2025
શાહરુખ ખાનની દીકરી સુહાના કાનૂની કેસમાં ફસાઈ, ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદે રીતે ખરીદવાનો આરોપ
શાહરુખ ખાનની દીકરી સુહાના કાનૂની કેસમાં...
Sep 03, 2025
સંજય લીલા ભણશાળી સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ
સંજય લીલા ભણશાળી સામે છેતરપિંડીની પોલીસ...
Sep 03, 2025
ફરાહ ખાને નરગિસ ફખરીના લગ્નનું પેપર ફોડી નાખ્યું
ફરાહ ખાને નરગિસ ફખરીના લગ્નનું પેપર ફોડી...
Sep 02, 2025
Trending NEWS

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025