પેરિસમાં મસ્જિદો બહારથી 9 ડુક્કરના માથા મળ્યા, વહીવટી તંત્રએ શરૂ કરી તપાસ

September 10, 2025

ફ્રાન્સની રાજધાની પેરિસ અને તેના ઉપનગરોમાં અલગ અલગ મસ્જિદોમાં બહાર અંદાજે 9 ડુક્કરના માથા મળ્યાં હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર ફ્રાન્સમાં ચકચાર મચાવી દીધી છે. પેરિસના પોલીસ પ્રધાન લોરાંતે નુનેઝે એક પ્રેસ કોન્ફરન્સમાં કહી દીધું કે પેરિસ શહેરમાં ચાર સૂરના માથા મસ્જિદો બહાર અને પાંચ આસપાસનાં ઉપનગરોમાં મળ્યાં છે. તેમણે જણાવ્યું કે અન્ય સૂરના માથા મળવાની સંભાવના નાહિં કાઢી શકાય.

એક રિપોર્ટ પ્રમાણે, મોટાભાગનાં ડુક્કરના માથા મસ્જિદો બહાર મુકેલા હતાં, જ્યારે એક માથું સૂટકેસમાં મળ્યું હતું. આ ઘટના શરમજનક ઘટના છે, ફ્રેન્ચ પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. ફ્રેન્સના ગૃહ મંત્રી બ્રુનો રેટેલીયોએ આ ઘટનાની કડક નિંદા કરી છે અને તેને અત્યંત અપમાનજનક અને સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય કરાર આપ્યો છે. તેમણે કહ્યું, હું ઇચ્છું છું કે આપણા મુસ્લિમ સાથીઓને શાંતિપૂર્વક તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર મળે.

પેરિસ ગ્રાન્ડ મસ્જિદના રેક્ટર ચેમ્સ-એદ્દીન હાફિઝે આ ઘટનાઓને “ઇસ્લામોફોબિક કૃત્ય” ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે આ મુસ્લિમો સામે વધતી ઊદાસીનતા અને નફરતનું એક દુઃખદ અને નવીન તબક્કો છે. સાથે જ તેઓએ રાષ્ટ્રિય એકજુટતા અને જાગૃતિ માટે અપીલ કરી છે.