કેનેડાનો ભારતને ઝટકો, 80% સ્ટુડન્ટ વિઝા ફગાવ્યાં, હવે આ દેશ નવી પસંદ
September 10, 2025
અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીય પ્રવાસી વિદ્યાર્થીઓ અને H-1B વિઝા ધારકો પર તાજેતરમાં લેવાયેલા કડક પગલાં બાદ હવે તેના પાડોશી દેશ કેનેડાએ પણ ભારતને મોટો ઝટકો આપ્યો છે. કેનેડાએ 2025 માં 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ રદ કરી હોવાનો ખુલાસો થયો છે.
ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) ના અહેવાલ અનુસાર, કેનેડાએ 2025 માં 80% ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ નકારી કાઢી હતી, જે એક દાયકામાં સૌથી વધુ છે. માહિતી અનુસાર, એશિયા અને આફ્રિકાના અન્ય દેશોના અરજદારોની વિઝા અરજીઓ પણ નકારી કાઢવામાં આવી છે પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે.
કેનેડાના આ પગલાથી ત્યાંની કોલેજોમાં નોંધણી પર પણ અસર પડી છે. કેનેડિયન સરકારના ડેટા અનુસાર, 2024 માં કેનેડાએ ફક્ત 1.88 લાખ નવા ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો, જ્યારે બે વર્ષ પહેલા સુધી આ સંખ્યા બમણાથી વધુ હતી.
કેનેડા અને અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓ માટે લોકપ્રિય દેશો હતા જ્યાં લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે હવે સંઘર્ષ કરો પડી રહ્યો છે. પરંતુ આ બંને દેશોના ખરાબ વર્તન અને ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યેના તેમના ઉદાસીન વલણને કારણે ભારતીય વિદ્યાર્થીઓનો ટ્રેન્ડ હવે જર્મની તરફ વળી ગયો છે. જર્મની ટોચના પ્રિય દેશ તરીકે ઉભરી આવ્યું છે. આને કારણે, કેનેડા હવે ફક્ત 9 ટકા વિદ્યાર્થીઓની પહેલી પસંદગી છે.
કેનેડા ભારત સહિત વિશ્વભરના દેશોના વિદ્યાર્થીઓ માટે તેના દરવાજા બંધ કરી રહ્યું છે, કારણ કે ત્યાં રહેણાંક સુવિધાઓનો ભારે અભાવ છે. આ ઉપરાંત, માળખાગત સુવિધાઓ પર દબાણ વધી રહ્યું છે. સ્થાનિક રાજકારણને કારણે કેનેડાને પણ આવી કાર્યવાહી કરવાની ફરજ પડી છે. કેનેડાએ હવે વિદ્યાર્થીઓને વિઝા આપવા માટેના તેના નિયમોમાં ફેરફાર કર્યો છે અને કહ્યું છે કે વિઝા માટે અરજી કરતા વિદ્યાર્થીઓએ પહેલા કરતાં વધુ નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરવી પડશે. એટલે કે, હવે તેમને 20,000 કેનેડિયન ડોલરના કાગળો બતાવવા પડશે. આ ઉપરાંત, વિગતવાર અભ્યાસ યોજના અને ભાષા પરીક્ષાના પરિણામો સબમિટ કરવાના રહેશે.
Related Articles
કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત 11 ભારતીય ટ્રક ડ્રાઇવરની ધરપકડ
કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત...
Jul 27, 2026
ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાનો ટેરિફ ઝીંકી 100 વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો!
ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાન...
Jul 21, 2026
કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અવકાશી ઘટનાનું રહસ્ય ખૂલ્યું
કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અ...
Jul 18, 2026
કેનેડામાં જંગલની આગને કારણે ટ્રેન 'જ્વાળાઓથી ઘેરાઈ ગઈ
કેનેડામાં જંગલની આગને કારણે ટ્રેન 'જ્વાળ...
Jul 16, 2026
કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર
કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિ...
Jul 13, 2026
કેનેડા અને મેક્સિકોમાં પણ ગરમીનો કહેર, કુલિંગ સેન્ટર શરૂ કરવા પડ્યા
કેનેડા અને મેક્સિકોમાં પણ ગરમીનો કહેર, ક...
Jul 01, 2026
Trending NEWS
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026