રશિયા-યુક્રેન યુદ્ધમાં વધુ એક દેશે ઝંપલાવ્યું, રશિયાના ડ્રોન તોડી પાડ્યા, F-16 કર્યા તહેનાત
September 10, 2025

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ શાંતિ મંત્રણા વચ્ચે વધારે પડકારજનક બનતું જઈ રહ્યું છે ત્યારે વધુ એક દેશે આ યુદ્ધમાં ઝંપલાવ્યું હોય તેવું પ્રતીત થાય છે. મધ્ય યુરોપિયન દેશ પોલેન્ડે પોતાના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી આવેલા અનેક રશિયન ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો છે.
બુધવારે સવારે પોલેન્ડે નાટો દેશો સાથે મળીને તેના F-16 ફાઇટર પ્લેનને સરહદે તહેનાત કર્યા અને રાજધાની વોર્સોમાં તેના મુખ્ય એરપોર્ટ સહિત કુલ ચાર એરપોર્ટ પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દીધા હતા. યુક્રેનના પશ્ચિમમાં સ્થિત આ દેશે આ પગલું ત્યારે ભર્યું છે જ્યારે રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનિયન એરફોર્સે પોલેન્ડને ચેતવણી આપી હતી કે રશિયન ડ્રોન હવે યુક્રેનની સરહદ પાર કરીને પોલેન્ડમાં પ્રવેશ કરશે.
આ માહિતી બાદ પોલેન્ડની એરફોર્સે ઉતાવળમાં તેના ફાઇટર પ્લેન તહેનાત કર્યા. પોલેન્ડની એરફોર્સે કહ્યું છે કે અમારા હવાઈ ક્ષેત્રનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. ત્યારપછી આ પગલું લેવામાં આવ્યું છે. પોલેન્ડની આ કાર્યવાહી બાદથી ક્ષેત્રમાં તણાવ વધ્યો છે. પોલેન્ડના ઓપરેશનલ કમાન્ડે કહ્યું કે, "પોલિશ અને નાટો સાથીઓના ફાઇટર પ્લેન અમારા હવાઈ ક્ષેત્રમાં ઉડી રહ્યા છે,
જ્યારે ગ્રાઉન્ડ એર ડિફેન્સ અને રડાર રિકોનિસન્સ સિસ્ટમને હાઈ એલર્ટ મોડ પર રખાઈ છે. અહેવાલ મુજબ, યુક્રેનિયન એરફોર્સે શરૂઆતમાં કહ્યું હતું કે રશિયન ડ્રોન પોલેન્ડના ક્ષેત્રમાં પ્રવેશ્યા છે, જે ઝામોસ્ક શહેર માટે જોખમી સાબિત થઈ શકે છે. યુક્રેનિયન મીડિયાએ પણ અહેવાલ આપ્યો હતો કે એક ડ્રોન પશ્ચિમી પોલેન્ડના શહેર રઝેઝોવ તરફ જઈ રહ્યું હતું.
Related Articles
પેરિસમાં મસ્જિદો બહારથી 9 ડુક્કરના માથા મળ્યા, વહીવટી તંત્રએ શરૂ કરી તપાસ
પેરિસમાં મસ્જિદો બહારથી 9 ડુક્કરના માથા...
Sep 10, 2025
'ભારત-ચીન સામે 100% ટેરિફ ઝીંકો...' ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ, EUના નેતાઓને ભડકાવ્યાં
'ભારત-ચીન સામે 100% ટેરિફ ઝીંકો...' ડોના...
Sep 10, 2025
નેપાળમાં પરિસ્થિતિ વધુ વણસતા નેપાળી સેના રસ્તા પર ઉતરી, જેલમાં ફાયરિંગ થતાં 5 લોકોના મોત
નેપાળમાં પરિસ્થિતિ વધુ વણસતા નેપાળી સેના...
Sep 10, 2025
નેપાળની પરિસ્થિતિ પર ભારતની નજર, PM મોદીએ શાંતિ જાળવવાની અપીલ કરી
નેપાળની પરિસ્થિતિ પર ભારતની નજર, PM મોદી...
Sep 10, 2025
નેપાળના પૂર્વ વડાપ્રધાન ઝલનાથના ઘરમાં તોડફોડ બાદ આગચંપી, પત્નીનું જીવતા ભૂંજાતા મોત
નેપાળના પૂર્વ વડાપ્રધાન ઝલનાથના ઘરમાં તો...
Sep 09, 2025
'ચાર બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં', ઘટતી વસતીથી ચિંતિત યુરોપના આ દેશમાં PMની જાહેરાત
'ચાર બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં', ઘટત...
Sep 09, 2025
Trending NEWS

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025