ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર 'INS વિશાલ', 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા
September 09, 2025

ભારત પોતાની નેવીને વધુ શક્તિશાળી બનાવવા માટે પ્રથમ ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર બનાવવા જઈ રહ્યું છે. તેનું નામ 'INS વિશાલ' છે. 6 ઓગસ્ટ 2025ના રોજ સંરક્ષણ મંત્રાલયે 15 વર્ષની યોજના ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2025 (TPCR-2025) જાહેર કરી હતી. આ યોજના ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન જેવા હરીફોનો સામનો કરવા માટે તૈયાર કરશે. INS વિશાલને સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર-3 (IAC-3) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર હશે. તે કોચીન શિપયાર્ડ લિમિટેડમાં બનશે અને પરમાણુ ઉર્જાથી ચાલશે. તેનું વજન 65થી 75 હજાર ટન હશે, તે 300 મીટર લાંબું હશે અને તેની ગતિ લગભગ 55 કિમી/કલાક હશે. તેનામાં 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા છે, જેમાં 40 ફિક્સ્ડ-વિંગ (ફાઇટર એરક્રાફ્ટ) અને 15 રોટરી-વિંગ (હેલિકોપ્ટર)હશે. તેનું નામ 'વિશાલ' સંસ્કૃતમાં 'વિશાલકાયનું પ્રતીક' છે. તે ભારતને અમેરિકા અને ફ્રાન્સ પછી ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર સંચાલિત કરે છે. લાંબા સમય સુધી સમુદ્રમાં રહેવાની ક્ષમતા: તે રિફ્યુઅલિંગ વિના મહિનાઓ સુધી સમુદ્રમાં રહી શકે છે, જેનાથી પુરવઠાની જરૂરિયાત ઓછી થાય છે. ભારી વિમાનોની ઉડાન: તે ભારે ફાઇટર એરક્રાફ્ટ, ડ્રોન અને AEW&Cને લોન્ચ કરી શકે છે. ઝડપી અને સતત ઉડાન: પરમાણુ ઉર્જાથી વધુ ઉડાન અને લાંબા સમય સુધી હવાઈ કવરેજ સંભવ છે.
INS વિશાલની વિશેષતાઓ :
- EMALS: આ ઈલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ ભારે વિમાનોને સરળતાથી ઉડાડવામાં મદદ કરશે. DRDO તેને સ્વદેશી રીતે વિકસાવી રહ્યું છે. 400 કિલોગ્રામ સુધીના પ્રોટોટાઈપ સુધીનું પરીક્ષણ થઈ ચૂક્યુ છે. ભવિષ્યમાં તે 40 ટન સુધીના વિમાનોને લોન્ચ કરશે.
- ઓટોમેટિક લેન્ડિંગ સિસ્ટમ: આ વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં મદદ કરશે.
- ફ્રેનેલ ઓપ્ટિકલ લેન્ડિંગ સિસ્ટમ: પાઇલટ્સને લેન્ડિંગમાં મદદ કરશે.
- કોમ્બેટ મેનેજમેન્ટ સોફ્ટવેર: વિમાનોને નિયંત્રિત કરવા અને યુદ્ધમાં દિશા આપવા માટે.
Related Articles
સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કાર્ય શરૂ
સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શ...
Sep 09, 2025
નેપાળમાં સંસદ અને રાષ્ટ્રપતિના ઘરમાં આગચંપી, ઠેર-ઠેર તોડફોડ અને હિંસા
નેપાળમાં સંસદ અને રાષ્ટ્રપતિના ઘરમાં આગચ...
Sep 09, 2025
ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશે આ સુવિધાઓ, લાખો રૂપિયા છે માસિક વેતન
ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશ...
Sep 09, 2025
બિહારમાં ચૂંટણી: બેઠકોની વહેંચણી મુદ્દે RJD-કોંગ્રેસમાં ખેંચતાણ? રાહુલ ગાંધીએ બેઠક બોલાવી
બિહારમાં ચૂંટણી: બેઠકોની વહેંચણી મુદ્દે...
Sep 09, 2025
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં 'ખેલ': આ પક્ષે NDAને સમર્થન આપતા એકઝાટકે વધી ગયા 11 વોટ
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં 'ખેલ': આ પક્ષે ND...
Sep 09, 2025
NDAએ 10 કેન્દ્રીય મંત્રીઓની ટીમ બનાવી, આજે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી
NDAએ 10 કેન્દ્રીય મંત્રીઓની ટીમ બનાવી, આ...
Sep 09, 2025
Trending NEWS

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025