મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત
June 04, 2025

મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા-મેઘનગર નજીક સંજેલી રેલવે ફાટક પાસે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાતે લગભગ 2:00 વાગ્યે નિર્માણાધીન ઓવર બ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતાં કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેમાં કુલ 9 લોકોના મોતના અહેવાલ મળ્યાં છે.
માહિતી અનુસાર મૃતકોમાં આઠ લોકો થાંદલાની નજીક આવેલા શિવગઢ મહુદાના વતની હતા. જ્યારે અન્ય એક મૃતક વ્યક્તિ શિવગઢની નજીકના ગામડાનો રહેવાશી હતી. આ તમામ લોકો એક જ પરિવારના હોવાનો દાવો કરાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
માહિતી અનુસાર મૃતકોમાં એક જ પરિવારના 9 લોકો સામેલ છે અને તેઓ કોઈ લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન ભયંકર અકસ્માત સર્જાઈ ગયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે કારનું પડીકું વળી ગયું હતું. મૃતકોમાં 2 પુરુષ, 3 મહિલાઓ અને 4 બાળકો સામેલ છે.
Related Articles
મહાકાલની નગરીમાં મોહરમ પર બબાલ, 16 લોકો સામે કેસ દાખલ
મહાકાલની નગરીમાં મોહરમ પર બબાલ, 16 લોકો...
Jul 07, 2025
સહારનપુરમાં મોહરમના કાર્યક્રમમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર
સહારનપુરમાં મોહરમના કાર્યક્રમમાં 100થી વ...
Jul 07, 2025
ચંબામાં વાદળ ફાટતાં હોડીની જેમ પુલ પાણીમાં વહી ગયો, લોકોના ઘર અને ખેતરોમાં પાણી ઘુસ્યા
ચંબામાં વાદળ ફાટતાં હોડીની જેમ પુલ પાણીમ...
Jul 07, 2025
રાજધાની દિલ્હી સહિત 15 રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે
રાજધાની દિલ્હી સહિત 15 રાજ્યમાં વરસાદ ભુ...
Jul 07, 2025
તિહાર જેલથી ખૂંખાર સીરિયલ કિલર ફરાર, જેલ વહીવટીતંત્રમાં દોડધામ મચી
તિહાર જેલથી ખૂંખાર સીરિયલ કિલર ફરાર, જેલ...
Jul 06, 2025
'દલાઈ લામા જે નિર્ણય લેશે તેનું પાલન કરીશું', ઉત્તરાધિકારી મામલે ભારતનો ચીનને કડક સંદેશ
'દલાઈ લામા જે નિર્ણય લેશે તેનું પાલન કરી...
Jul 06, 2025
Trending NEWS

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

05 July, 2025

05 July, 2025