'તારક મહેતા કા ઉલ્ટા...' ના બબીતાજી શૉ છોડશે? સલમાનના 'બિગ બોસ 19' માં ભાગ લે તેવી ચર્ચા
June 04, 2025

સુપરસ્ટાર સલમાન ખાનના પ્રખ્યાત રિયાલિટી શૉ બિગ બોસની 19મી સીઝન આવવાની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે જ શૉમાં જોવા મળનારા સંભવિત સ્પર્ધકોના નામો પર અટકળો શરૂ થઈ ગઈ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે 'બબીતા જી' એટલે કે લોકપ્રિય કોમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની મુનમુન દત્તા પણ આ વખતે 'બિગ બોસ'ના ઘરમાં એન્ટ્રી લઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ અભિનેત્રી મુનમુન દત્તાને સલમાન ખાનના શૉમાં જોડાવાની તક મળી છે. નિર્માતાઓએ મુનમુન દત્તા સામે 'બિગ બોસ સીઝન19' માં ભાગ લેવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. નિર્માતાઓ છેલ્લા ઘણા વર્ષોથી 'બિગ બોસ' માટે મુનમુન દત્તાનો સતત સંપર્ક કરી રહ્યા છે. જોકે, દર વર્ષે અભિનેત્રી વિચાર્યા વિના આ ઓફરને નકારી કાઢે છે. આવી સ્થિતિમાં, આ વર્ષે 'બિગ બોસ'માં જોડાવા અંગે તે શું નિર્ણય લે છે? તે તો સમય જ કહેશે. 'બિગ બોસ સીઝન 19'માં તેની એન્ટ્રી અંગે અત્યાર સુધી મેકર્સ અને મુનમુન દત્તા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. હાલમાં, એ ખબર નથી કે મેકર્સ 'બબીતાજી'ને આ શૉમાં ભાગ લેવા માટે મનાવી શક્યા કે નહીં? પરંતુ જો મુનમુન દત્તા બિગ બોસ સીઝન 19માં આવે છે, તો સલમાન ખાનનો શૉ ગ્લેમરસ બની જશે. જો મુનમુન દત્તા બિગ બોસની નવી સીઝનમાં આવે છે, તો તેની લોકપ્રિયતા જોતા લાગે છે કે તે સરળતા કોઈ પણને હરાવી શકે છે. તેમજ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો મુનમુન દત્તા 'બિગ બોસ સીઝન 19'માં ભાગ લે છે, તો તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉ છોડવો પડશે. હવે, સલમાન ખાનના શૉમાં એન્ટ્રી કરવા' માટે શું મુનમુન તે શૉનું બલિદાન આપશે કે નહિ તે તો સમય જ જણાવશે.
Related Articles
હાઉસફૂલ-ફાઈવની ઈવેન્ટમાં ધક્કામુક્કીઃ મહિલા-બાળકો રડયાં
હાઉસફૂલ-ફાઈવની ઈવેન્ટમાં ધક્કામુક્કીઃ મહ...
Jun 03, 2025
રણબીરની ધૂમ ફોરનું શૂટિંગ આગામી વર્ષે એપ્રિલથી
રણબીરની ધૂમ ફોરનું શૂટિંગ આગામી વર્ષે એપ...
Jun 03, 2025
કૃતિ સેનને ડોન થ્રી માટે તૈયારીઓ શરૂ કરી દીધી
કૃતિ સેનને ડોન થ્રી માટે તૈયારીઓ શરૂ કરી...
May 31, 2025
સંદીપ રેડ્ડી વાંગાની 'Spirit' માટે 20 કરોડ હતી દિપીકા પાદુકોણની ફીસ, હવે તૃપ્તિ ડિમરીને મળશે
સંદીપ રેડ્ડી વાંગાની 'Spirit' માટે 20 કર...
May 27, 2025
'ગૌહર ખાન મને ધર્મ પરિવર્તનનું દબાણ કરતી...' બ્રેકઅપના વર્ષો બાદ અભિનેતાનો આરોપ
'ગૌહર ખાન મને ધર્મ પરિવર્તનનું દબાણ કરતી...
May 27, 2025
Trending NEWS

દુઃખની વાત છે કે ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર...'...
04 June, 2025

અમેરિકામાં ખતરનાક 'બાયો વેપન' સાથે પકડાઈ ચીનની મહિ...
04 June, 2025

દીકરાની એક તસવીરને લીધે આ દેશના વડાપ્રધાને રાજીનામ...
04 June, 2025

યુક્રેને રશિયા પર કર્યો મોટો હુમલો, ક્રિમીયા બ્રિજ...
04 June, 2025

શુભાંશુ શુક્લાનુ સ્પેશ સ્ટેશન માટેનું લોન્ચિંગ ટળ્...
04 June, 2025

ફરી એક વખત ભારતીય વાયુસેના પોતાની શક્તિનું પાકિસ્ત...
04 June, 2025

પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરીને જસબીર સ...
04 June, 2025

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે...
04 June, 2025

કેનેડાના ટોરેન્ટોમાં અંધાધૂંધ ગોળીબાર, 1નું મોત, 5...
04 June, 2025

ચીનમાં પેરાગ્લાઈડર હવાના ચક્રાવાતમાં 28 હજાર ફીટની...
03 June, 2025