Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

કેનેડાના ટોરેન્ટોમાં અંધાધૂંધ ગોળીબાર, 1નું મોત, 5 ઈજાગ્રસ્ત, હુમલાખોરની શોધખોળ શરૂ

June 04, 2025

ટોરોન્ટો  : કેનેડાના ટોરોન્ટોના લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં ભીષણ ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 5 ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, ગોળીબાર નોર્થ યોર્કના લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં થયો હતો. ટોરોન્ટો પોલીસે પુષ્ટિ આપી છે કે ગોળીઓથી ઘાયલ થયેલા ઓછામાં ઓછા પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, તેઓ હવે ખતરાથી બહાર છે. 

ટોરોન્ટો પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ફ્લેમિંગ્ટન રોડ અને ઝાચેરી કોર્ટ નજીક મંગળવારે રાત્રે 8:40 વાગ્યે ગોળીબારના સમાચાર મળતા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હુમલાખોરની શોધખોળ હજુ પણ ચાલુ છે.

ટોરોન્ટો પેરામેડિક્સના જણાવ્યા અનુસાર, પીડિતોની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે છે. ટોરોન્ટો પોલીસે જણાવ્યું કે ગોળીબારમાં પાંચ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ તે ખતરાથી બહાર છે. ટોરોન્ટોના મેયર ઓલિવિયા ચાઉએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'આજે સાંજે લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં ગોળીબારના સમાચારથી હું દુઃખી છું. મારી ઓફિસ ટોરોન્ટો પોલીસના સંપર્કમાં છે, જે હાલમાં ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.'