અયોધ્યા રામ મંદિરમાં કલાકારો ભજવશે રામલીલા, મોદીને આમંત્રણ
October 02, 2024

મળતા અહેવાલો મુજબ આ વખતે અયોધ્યાના રામ મંદિરમાં ભવ્યાતિભવ્ય રામલીલા યોજવામાં આવશે, જેમાં ફિલ્મી હસ્તીઓ સહિત લોક કલાકારોનો જલવો જોવા મળશે. 42થી વધુ ફિલ્મી હસ્તીઓ રામલીલા ભજવતા જોવા મળશે. આ યાદીમાં ભાજપના સાંસદ મનોજ તિવારી સહિત લોક ગાયિકા માલિની અવસ્થી સહિત અનેક નામ સામેલ છે.
રામલીલા કાર્યક્રમમાં ફિલ્મી અભિનેતા રજા મુરાદ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ભારેભરખમ અવાજ ધરાવતા રજા મુરાદ અહિરાવણના રોલમાં જોવા મળશે. રાકેશ બેદી રાજા જનકની ભૂમિકા, ફિલ્મ એક્ટ્રેસ ભાગ્યશ્રી વેદમતીના રોલમાં, માલિની અવસ્થી શબરી, અભિનેતા રાજ માથુર ભરતના રોલમાં જોવા મળશે.
રામલીલામાં ફિલ્મી હસ્તીઓનો અભિનય કરાવનાર અધ્યક્ષ સુભાષ ચંદ્રએ કહ્યું કે, ‘અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા યોજાયા બાદ પ્રથમવાર રામલીલા યોજાનાર છે, જેના શુભારંભ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવાયું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન રામલીલાના પ્રથમ દિવસે મંચ પર સામેલ થઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અને સાંસ્કૃતિક મંત્રી જયવીર સિંહને પણ આમંત્રણ અપાયું છે.
Related Articles
'ઈસ્લામ અને કાશ્મીરિયતના દુશ્મન..' પહલગામ આતંકી હુમલા બાદ શ્રીનગરની મસ્જિદોમાં થયું એલાન
'ઈસ્લામ અને કાશ્મીરિયતના દુશ્મન..' પહલગા...
Apr 23, 2025
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ, આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં જનતાનો પ્રચંડ વિરોધ, લોકો રસ્તા પર ઉતર્યા
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ,...
Apr 23, 2025
આતંકી હુમલાની જાણ બાદ પરત ફરતી વખતે પાકિસ્તાન અંગે PM મોદીએ લીધો હતો મોટો નિર્ણય
આતંકી હુમલાની જાણ બાદ પરત ફરતી વખતે પાકિ...
Apr 23, 2025
પહલગામ આતંકી હુમલો નફરત ફેલાવવાનું પરિણામ છે, સંજય રાઉતના કેન્દ્ર પર પ્રહાર
પહલગામ આતંકી હુમલો નફરત ફેલાવવાનું પરિણા...
Apr 23, 2025
પહલગામ આતંકી હુમલા વચ્ચે ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ, એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર
પહલગામ આતંકી હુમલા વચ્ચે ઉરીમાં ઘૂસણખોરી...
Apr 23, 2025
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ, આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં લોકોનો રસ્તા પર આવી વિરોધ
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ,...
Apr 23, 2025
Trending NEWS

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025