રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ
August 10, 2026
ઝારખંડના પાટનગર રાંચીમાં JPSC પરીક્ષા ગેરરીતિ અને પેપર લીકની CBI તપાસની માંગ સાથે શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન સોમવારે ચરમસીમાએ પહોંચી ગયું હતું. 'વિધાનસભા ઘેરાવ' માર્ચ દરમિયાન તમામ સુરક્ષા બેરિકેડ્સ તોડીને સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઝારખંડ વિધાનસભા પરિસરમાં ઘૂસી ગયા હતા અને ગેટ નંબર 1 પર જમાવડો કર્યો હતો.
પોલીસે માર્ચને રોકવા માટે રસ્તાઓ પર કાંટાળા તાર અને ભારે બેરિકેડ્સ ગોઠવ્યા હતા. પરંતુ આક્રોશિત વિદ્યાર્થીઓ આ તારોને પોતાના હાથ વડે ઊંચકીને દૂર લઈ ગયા હતા.
પરિસ્થિતિ એ સ્તરે પહોંચી ગઈ હતી કે સેંકડો વિદ્યાર્થીઓ વિધાનસભા પરિસરની અંદર ઘૂસી ગયા હતા અને કેટલાંક પ્રદર્શનકારીઓ રસ્તા પર જ સૂઈને સરકાર વિરૂદ્ધ નારેબાજી કરવા લાગ્યા હતા.
વિધાનસભા તરફ આગળ વધી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે ભીડ વિખેરવા માટે ટીયર ગેસના ગોળા છોડ્યા હતા. પરંતુ વિખેરાવાને બદલે વિદ્યાર્થીઓ ફરી એકઠા થઈ ગયા હતા અને પોલીસનો સામનો કર્યો હતો. વિદ્યાર્થીઓની પ્રચંડ સંખ્યાને જોતાં વિધાનસભા સંકુલની સુરક્ષા અત્યંત કડક કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પ્રશાસને ઝારખંડના અન્ય જિલ્લાઓની પોલીસને તાત્કાલિક અસરથી રાંચી પહોંચવાનો આદેશ આપ્યો હતો.
દિવસભર ચાલેલા ભારે હોબાળા, ઘર્ષણ અને ટીયર ગેસના મારા વચ્ચે ઝારખંડ વિધાનસભાનું આજનું સત્ર પૂર્ણ થયું હતું. કાર્યવાહી સ્થગિત થયા બાદ રાંચી પોલીસે વિધાનસભાના ગેટ નંબર 1 પર બેસેલા તમામ આંદોલનકારી વિદ્યાર્થીઓને શાંતિ જાળવવા અને પોતપોતાના ઘરે પરત ફરવા માટે જાહેરમાં અપીલ કરી હતી.
વિદ્યાર્થીઓ આગળ વધતાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ફરીથી તીવ્ર ઘર્ષણ થયું હતું. સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે ભીડને વિખેરવા માટે વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના ગોળા છોડ્યા હતા, જેનાથી રસ્તાઓ પર નાસભાગ મચી ગઈ હતી.
આ આંદોલન વચ્ચે ઝારખંડ લોકસેવા આયોગ (JPSC) સિવિલ સેવા પરીક્ષા ગેરરીતિ કેસમાં CID એ JPSCના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ L. Khiangteની ધરપકડ કરી લીધી છે. તપાસમાં સહયોગ આપવા માટે તેમણે ગયા મહિને જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, અને અનેક રાઉન્ડની પૂછપરછ બાદ તેમની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે.
બીજી તરફ, રાંચીમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી બાદ રાજકારણ પણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વિપક્ષ પર ડબલ સ્ટાન્ડર્ડ રાખવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી તરુણ ચુગે કહ્યું કે, જે લોકો દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલનને હાઇજેક કરવા માટે છેલ્લી ઘડી સુધી તરફડિયાં મારી રહ્યા હતા, તે નેતાઓ આજે ક્યાં ગાયબ છે? ઝારખંડના યુવાનો પર ટીયર ગેસ છૂટી રહ્યો છે ત્યારે તેઓ મૌન કેમ છે?
પોલીસના લાઠીચાર્જ અને વોટર કેનનની કાર્યવાહી બાદ પણ વિદ્યાર્થીઓ પાછા હટ્યા નહોતા. કડક કાર્યવાહી વચ્ચે વિદ્યાર્થીઓ એકઠા થઈને દેશનું રાષ્ટ્રગાન ગાવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓનો આ અનોખો વિરોધ અને સરકાર સામેનો આક્રોશ હવે આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને સરકાર વિદ્યાર્થીઓની CBI તપાસની માંગ સામે શું વલણ અપનાવે છે.
Related Articles
અમેરિકામાં ભારતીયોને વધુ એક ફટકો: વર્ક પરમિટનો 540 દિવસનો ગ્રેસ પીરિયડ કાયમ માટે નાબૂદ
અમેરિકામાં ભારતીયોને વધુ એક ફટકો: વર્ક પ...
Oct 14, 2026
અમદાવાદ ATCને મળ્યો 'Squawk 7500' હાઇજેક કોડ! એર ઇન્ડિયા ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ ATCને મળ્યો 'Squawk 7500' હાઇજેક...
Oct 14, 2026
અમીર દેશોના સૌથી ગરીબ 10% લોકો ભારતના 10% અમીરો કરતાં વધુ પૈસાદાર: વર્લ્ડ બૅન્કનો રિપોર્ટ
અમીર દેશોના સૌથી ગરીબ 10% લોકો ભારતના 10...
Oct 12, 2026
સોનાની ખાણ પર હવાઈ હુમલા, સુદાનમાં 72 શ્રમિકોના મોત
સોનાની ખાણ પર હવાઈ હુમલા, સુદાનમાં 72 શ્...
Oct 12, 2026
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુન...
Sep 30, 2026
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026