96 લાખ કરોડનું સામ્રાજ્ય ઊભું કરનારા વોરેન બફેની 96 વર્ષની વયે નિવૃત્તિ
September 18, 2026
પુત્ર હોવર્ડ સંભાળશે ચેરમેન પદની નવી જવાબદારી, કંપનીના સીઈઓ દ્વારા નિર્ણયને આવકાર અને સન્માન, બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં જાળવી રાખશે સભ્યપદ
વિશ્વના સૌથી દિગ્ગજ રોકાણકાર વોરેન બફેએ પોતાની 1 ટ્રિલિયન ડૉલરની વેલ્યુ ધરાવતી કંપની બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી રાજીનામું આપી રહ્યા છે. વર્ષ 1965થી આ કંપનીનું નેતૃત્વ કરી રહેલા 96 વર્ષીય બફેએ 18 સપ્ટેમ્બરે શેરધારકોને પત્ર લખીને આ મોટા નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી છે. કંપની દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તેઓ તાત્કાલિક અસરથી ચેરમેન એમેરિટસ બની જશે, પરંતુ બોર્ડમાં ડિરેક્ટર તરીકે કાર્યરત રહેશે.
કંપનીના ઉત્તરાધિકાર આયોજન હેઠળ વોરેન બફેની જગ્યાએ હવે તેમના પુત્ર હોવર્ડ બફે નવા ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે. આ સાથે જ સુસાન ડેકર કંપનીમાં લીડ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે પોતાની સેવાઓ આપવાનું ચાલુ રાખશે. બર્કશાયરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ગ્રેગ એબેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘અમેરિકન બિઝનેસના ઇતિહાસમાં વોરેનનું પ્રદાન અજોડ છે. તેમણે સ્થાપેલા મૂલ્યો અને વર્ક કલ્ચર હંમેશાં કંપનીના કેન્દ્રમાં રહેશે. હોવર્ડ કંપની માટે શિસ્ત અને ઊંડી સમજ લઈને આવશે, જ્યારે સૂ પોતાની સતત લીડરશીપ દ્વારા બોર્ડને મજબૂત બનાવશે.’ કંપનીના જણાવ્યા અનુસાર, ‘ચેરમેન એમેરિટસ તરીકે નિયુક્ત થયા પછી પણ તેઓ બોર્ડ ઑફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે જળવાઈ રહેશે અને કંપનીના મહત્ત્વના નિર્ણયોમાં પોતાના બહોળા અનુભવ અને દૃષ્ટિકોણથી માર્ગદર્શન પૂરું પાડતા રહેશે.’ ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે તેમણે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પદેથી પણ હટી જવાની જાહેરાત કરી હતી.
Related Articles
158 વર્ષ જૂનો વારસો દાવ પર, ટાટા ગ્રૂપમાં ચેરમેનની ખુરશી અને લિસ્ટિંગ મુદ્દે ખેંચમતાણ
158 વર્ષ જૂનો વારસો દાવ પર, ટાટા ગ્રૂપમા...
Sep 18, 2026
સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ભાજપને ફટકો: પક્ષપલટો કરનારા ભૂપત ભાયાણી અને રાજુ કરપડાની હાર
સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ભાજપને ફટકો:...
Apr 28, 2026
મસ્કે ઈતિહાસ રચ્યો, દુનિયામાં 700 અબજ ડૉલર નેટવર્થ ધરાવતી પ્રથમ વ્યક્તિ
મસ્કે ઈતિહાસ રચ્યો, દુનિયામાં 700 અબજ ડૉ...
Dec 21, 2025
મસ્કની પ્રશંસા કરી જ્યોર્જીયા મેલોનીએ કહ્યું, અમારા મૈત્રી સંબંધો છે
મસ્કની પ્રશંસા કરી જ્યોર્જીયા મેલોનીએ કહ...
Jan 05, 2025
Trending NEWS
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026