2026માં શનિ નક્ષત્ર પરિવર્તન કરશે, 5 રાશિના જાતકો માટે ખુલશે સફળતાના દ્વાર
December 29, 2025
નવું વર્ષ 2026 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ નવા વર્ષમાં ઘણા મોટા ગ્રહો રાશિ પરિવર્તન, ગોચર અને નક્ષત્ર પરિવર્તન કરશે. વાસ્તવમાં દ્રિક પંચાગ પ્રમાણે શનિદેવ 20 જાન્યુઆરી 2026ના રોજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવનું ગોચર અને ચાલ ખૂબ જ મહત્તવપૂર્ણ કહેવાય છે. આ નક્ષત્રના સ્વામી સ્વયં શનિદેવ છે. તો ચાલો જાણીએ કે, આ ગોચરથી કઈ 5 રાશિઓને લાભ થશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન આર્થિક મજબૂતી લઈને આવશે. આ દરમિયાન શનિના આશીર્વાદથી તમને લાંબા સમયથી અટકેલા પૈસા પ્રાપ્ત થશે. આ સાથે જ કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને ભવિષ્યમાં તમને લાભદાયી નવી જવાબદારીઓ મળી શકે છે. તમારા વ્યવસાયમાં આર્થિક વિસ્તાર પણ શક્ય છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ સમય દરમિયાન ભાગ્યના દ્વાર ખુલશે. જે લોકો વિદેશ પ્રવાસ કરવાનું કે ઉચ્ચ શિક્ષણ મેળવવાની યોજના બનાવી રહ્યા છે તેમની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. ઘરમાં શાંતિ અને ખુશીનો માહોલ રહેશે અને પિતાની સંપત્તિ અથવા પૂર્વજોની સંપત્તિમાંથી લાભ થવાની પ્રબળ શક્યતા છે. પ્રમોશન અને ટ્રાન્સફર પણ શક્ય છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન લાભદાયી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારી દૈનિક આવકમાં વધારો થશે અને આવકના નવા રસ્તા ખુલશે. આ સાથે જ કરિયરમાં સન્માન અને પ્રમોશન મળવાના યોગ છે. બીજી તરફ આ દરમિયાન આર્થિક મામલે સમજી-વિચારીને નિર્ણયો લેવાથી લાભ થશે. નવા કામ અને જવાબદારીઓ સફળતા અપાવશે. ઘરમાં ખુશી અને સહયોગનું વાતાવરણ રહેશે. આ દરમિયાન તમે સખત મહેનત પણ કરશો અને તેનું સારું ફળ તમને મળશે. તમને જૂના રોકાણોથી પણ લાભ થઈ શકે છે.
તુલા રાશિ
તુલા રાશિને શનિની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે. શનિનું નક્ષત્ર પરિવર્તન સર્જનાત્મક સફળતા લાવશે. કલા, લેખન અથવા ટેકનોલોજી સાથે સંકળાયેલા લોકોને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે અને તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે શનિ સુખ-સુવિધાઓ અને વૈભવમાં વધારો કરશે. 20 જાન્યુઆરી, 2026 પછી તમને વાહન અથવા મિલકત ખરીદવાની તક મળશે. આવકનો નવો સ્ત્રોત પણ બનશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો 2026ની શરૂઆતમાં તમને એક શાનદાર તક મળશે.
Related Articles
મંગળના ગોચરથી નવા વર્ષની શરૂઆત થશે! 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
મંગળના ગોચરથી નવા વર્ષની શરૂઆત થશે! 3 રા...
Dec 31, 2025
નવા વર્ષે પાપી ગ્રહ રાહુ બદલશે ચાલ, આ રાશિના જાતકોની મુશ્કેલીઓ દૂર થશે!
નવા વર્ષે પાપી ગ્રહ રાહુ બદલશે ચાલ, આ રા...
Dec 27, 2025
બુધ દેવ બનાવશે માલામાલ! કુંભ સહિત 5 રાશિના જાતકો માટે ખુલશે કમાણીના નવા રસ્તા
બુધ દેવ બનાવશે માલામાલ! કુંભ સહિત 5 રાશિ...
Dec 22, 2025
નવા વર્ષે મહાલક્ષ્મી રાજયોગ બનતા આ રાશિના જાતકોના ભાગ્યમાં ઘણું બધું બદલાઈ જશે!
નવા વર્ષે મહાલક્ષ્મી રાજયોગ બનતા આ રાશિન...
Dec 20, 2025
2026ના પહેલા જ દિવસથી આ 3 રાશિના જાતકોને ચારેય તરફથી વધશે પૈસાની આવક, કરિયરમાં પણ સારા યોગ
2026ના પહેલા જ દિવસથી આ 3 રાશિના જાતકોને...
Dec 16, 2025
આજે વિવાહ પંચમી: દુર્લભ રાજયોગના કારણે આ 5 રાશિના જાતકો પર થશે પ્રભુ શ્રીરામની વિશેષ કૃપા!
આજે વિવાહ પંચમી: દુર્લભ રાજયોગના કારણે આ...
Nov 25, 2025
Trending NEWS
05 January, 2026
05 January, 2026
05 January, 2026
05 January, 2026
05 January, 2026
05 January, 2026
05 January, 2026
05 January, 2026
05 January, 2026
04 January, 2026