સુનિતા વિલિયમ્સનો ધરતી પર પાછાં આવવાનો માર્ગ મોકળો થયો:
September 30, 2024

અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સહયોગી બુચ વિલ્મોર અનેક મહિનાઓથી અંતરિક્ષમાં ફસાયેલાં છે. હવે તેમને ધરતી પર પાછાં લાવવા માટે નાસા અને સ્પેસએક્સનું ક્રૂ-9 મિશન લોન્ચ થઈ ગયું છે. સુનિતા અને બુચને પાછાં લાવવા માટે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યૂલમાં ટ્રાવેલ કરીને નાસાના નિક હેગ અને રશિયન અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસના કોસ્મોનાટ એલેક્ઝેન્ડર ગોરબુનોવ રવિવારે સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પહોંચી ગયા છે, જ્યાં પહોંચવા પર બધાએ હેગ અને ગોરબુનોવનું જોરદાર વેલકમ કર્યું.
શનિવારે ફ્લોરિડાના કેપ કૈનાવેરલથી બપોરે 1:17 વાગ્યે(1717 GMT) પર ફાલ્કન 9 રોકેટે ઉડાન ભરી, જ્યારે ડ્રેગન અંતરિક્ષ યાને ક્રૂ-9 મિશન રવિવારે સાંજે 5.30 વાગ્યે ISS સાથે સંપર્ક કર્યો. ત્યાર બાદ નાસાના અંતરિક્ષ યાત્રી નિક હેગ અને રશિયન અંતરિક્ષયાત્રી એલેક્ઝેન્ડર ગોરબુનોવ સાંજે 7.00 વાગ્યા પછી સ્ટેશન પર ઊતર્યા અને અંતરિક્ષ સ્ટેશન પર પોતાના સહયોગીઓને ગળે ભેટ્યા, જેના પર નાસાના ઉપપ્રશાસક પામ મેલરોયે એક ન્યૂઝ પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે આજનો દિવસ કેટલો શાનદાર હતો.
નાસાનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 5 જૂન, 2024ના રોજ ત્રીજી વખત અવકાશમાં ઉડાન ભરી હતી. લગભગ 25 કલાક પછી વિલિયમ્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે ISS પર પહોંચ્યાં. મિશન હેઠળ તેમણે રિસર્ચ અને એક્સપેરિમેન્ટ્સ કરવા માટે 8 દિવસ સુધી સ્પેસ સ્ટેશનમાં રહીને 13 જૂને પૃથ્વી પર પાછાં ફરવાનું હતું, પરંતુ તેમના અવકાશયાનને તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
સુનિતાની સાથે તેમનો પાર્ટનર બુચ વિલ્મોર પણ અવકાશમાં ફસાયેલો છે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના મેનેજર સ્ટીવ સ્ટિચે જણાવ્યું હતું કે ISS સુધી પહોંચવાના અંતિમ તબક્કા દરમિયાન 6 જૂને સ્ટારલાઇનરના 28 રિએક્શન કંટ્રોલ થ્રસ્ટર્સમાંથી પાંચ નિષ્ફળ ગયાં હતાં. જો કે એમાંથી ચાર પાછાં ઓનલાઈન આવ્યાં હતાં.
Related Articles
પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું પહેલું રિએક્શન
પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું...
Mar 19, 2025
સુનિતા વિલિયમ્સ પરત ફર્યા : ટ્રમ્પે કહ્યુ મે અને મસ્કે આપેલુ વચન નિભાવ્યુ
સુનિતા વિલિયમ્સ પરત ફર્યા : ટ્રમ્પે કહ્ય...
Mar 19, 2025
ફ્રાન્સના નેતાએ 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી' પાછું માંગ્યું, અમેરિકાએ આપ્યો જોરદાર જવાબ
ફ્રાન્સના નેતાએ 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી' પા...
Mar 18, 2025
'પહેલાં ફેક્ટ ચેક કરો પછી બોલો,' બાંગ્લાદેશે ગબાર્ડના લઘુમતીઓ પર અત્યાચારના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
'પહેલાં ફેક્ટ ચેક કરો પછી બોલો,' બાંગ્લા...
Mar 18, 2025
ગાઝામાં તબાહી, યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલે કર્યો હુમલો, 200ના મોત
ગાઝામાં તબાહી, યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલે...
Mar 18, 2025
17 કલાકની મુસાફરી, પાણીમાં લેન્ડીંગ, જાણો વાપસી માટેનું સમયપત્રક
17 કલાકની મુસાફરી, પાણીમાં લેન્ડીંગ, જાણ...
Mar 18, 2025
Trending NEWS

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025