કેનેડા પર ટેરિફ એ અમારા પર આર્થિક હુમલો છે, હવે પાછા નહીં પડીએ ઃ કાર્નીનો હુંકાર
August 23, 2026
20 અબજ ડૉલરના વેપાર પર ગંભીર અસર, અમેરિકાની નીતિ સામે લડવાની જાહેરાત
ટોરોન્ટો ઃ અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલેલી 3 દિવસની ગહન વ્યાપાર વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ બંને દેશો વચ્ચે પૂર્ણ કક્ષાનું આર્થિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડાથી આવતા ઉત્પાદનો પર 50% જેટલો ભારે ટેરિફ ઝીંકવામાં આવ્યો છે. આ નિર્ણયના જવાબમાં કેનેડાએ પણ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ઓટાવા ખાતે સત્તાવાર જાહેરાત કરી છે કે 8 સપ્ટેમ્બરથી અમેરિકાથી આવતી તમામ ચીજવસ્તુઓ પર 'ડૉલર ટુ ડૉલર' વળતો ટેરિફ લાગુ કરવામાં આવશે.
પત્રકારોને સંબોધતા વડાપ્રધાન માર્ક કાર્નીએ જણાવ્યું હતું કે, જ્યારે તમારા દેશ પર આર્થિક હુમલો થાય ત્યારે તે યુદ્ધ જેવી સ્થિતિ બની જાય છે. અમેરિકા તરફથી પ્રસ્તાવિત શરતો અસ્વીકાર્ય અને આર્થિક રીતે કેનેડા માટે નુકસાનકારક હતી. તે કેનેડાની સાર્વભૌમત્વને નબળી પાડતી હતી અને નવા વ્યાપારિક કરારો કરવાની ક્ષમતાને સીમિત કરતી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે કેનેડા પોતાના શ્રમિકો, ખેડૂટો, પરિવારો અને સ્થાનિક વ્યવસાયોની સુરક્ષા માટે અમેરિકાના આ આકરા નિર્ણયોનો મજબૂતીથી સામનો કરશે.
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા કરને કારણે શરાબ, ફર્નિચર, ડેરી ઉત્પાદનો, સિમેન્ટ, કપડાં અને હોકી સાધનો જેવા અનેક ક્ષેત્રોને મોટો ફટકો પડ્યો છે. આ ટેરિફ અમેરિકામાં થતી કેનેડાની કુલ નિકાસના 5.5% એટલે કે આશરે 20 અબજ ડૉલર મૂલ્યના સામાનને આવરી લે છે. કેનેડાના વળતા પ્રહાર હેઠળ અમેરિકી સ્ટીલ, ડેરી અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો પર દંડનીય કર લાગશે. જોકે, કાર્નીએ ઉમેર્યું કે જો અમેરિકા ટેરિફ ઘટાડશે, તો કેનેડા પણ વળતા પગલાં પર પુનર્વિચાર કરવા તૈયાર છે.
Related Articles
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુર...
Sep 23, 2026
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરે...
Aug 31, 2026
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું ના...
Aug 29, 2026
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ માટે હવે મળશે 90 દિવસ
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્...
Aug 29, 2026
Trending NEWS
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026