નૌકાદળે ઓપરેશન સિંદૂર સંબંધિત એક વીડિયો શેર કરી પોતાની બહાદુરી બતાવી

May 19, 2025

ઓપરેશન સિંદૂરમાં ભારતીય દળોની લશ્કરી કુશળતા, વ્યૂહરચના અને બહાદુરી આખી દુનિયાએ જોઈ. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર પ્રવેશ કરીને તબાહી મચાવી દીધી. 9 આતંકવાદી ઠેકાણાઓના નાશ કરવામાં આવ્યા અને 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. ભારતીય નૌકાદળે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઓપરેશન સિંદૂર સંબંધિત એક વીડિયો શેર કર્યો છે. જેમાં રામધારી સિંહ દિનકરની રચના રશ્મિરથીની મદદથી પોતાની બહાદુરી બતાવી છે અને પાકિસ્તાનને ચેતવણી આપી છે.

ભારતીય નૌકાદળે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક જબરદસ્ત વીડિયો શેર કર્યો. આ 44 સેકન્ડનો વીડિયો નૌકાદળની તાકાત, તૈયારી અને લડાયક કૌશલ્ય દર્શાવે છે. વીડિયો સાથે, નૌકાદળે લખ્યું, "હિંમત એ આપણી દિશા છે અને ફરજ એ આપણો માર્ગ છે. #IndianNavy હંમેશા શાંતિનું રક્ષણ કરવા અને દરેક ખતરાનો સામનો કરવા માટે તૈયાર છે."

આ વીડિયો નૌકાદળના જહાજના ડેકના નજીકના દૃશ્યથી શરૂ થાય છે, ત્યારબાદ હેલિકોપ્ટર ફ્લાઇટ્સ, મિસાઇલો અને યુદ્ધ કવાયત જેવા દ્રશ્યો જોવા મળે છે. આ બધા દ્રશ્યો દર્શાવે છે કે ભારતીય નૌકાદળ કોઈપણ ખતરાનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.