કેનેડામાં 3 ભારતીયોની ધરપકડ, નિજ્જરની હત્યા સાથે કનેક્શનની આશંકા

May 04, 2024

બ્રિટિશ કોલંબિયા - કેનેડા પોલીસે ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં શુક્રવારે ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી. પોલીસનું માનવું છે કે આ 3 લોકો તે કથિત ગ્રુપના સભ્ય છે જેમને ગત વર્ષે ભારત સરકારે નિજ્જરની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું. ગત વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ ભારતીય એજન્ડો પર નિજ્જરની હત્યા સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ આવી હતો હતો. ભારતે ટ્રૂડોના આરોપો 'બેતુકા' અને 'પ્રેરિત' નકારી કાઢ્યા હતા.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસે કેનેડાના ઓછામાં ઓછા બે પ્રાંતોમાં ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન શુક્રવારે આ લોકોની ધરપકડ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે થોડા મહિનાઓ પહેલાં પોલીસે આ લોકોની ઓળખ નિજ્જરની હત્યામાં સામેલ લોકોના જૂથ તરીકે કરી હતી અને પોલીસ તેમના પર નજર રાખી રહી હતી. તેમના પર આરોપ છે કે જે દિવસે નિજ્જરની બ્રિટિશ કોલંબિયા સ્થિત ગુરૂદ્વારની બહાર હત્યા કરવામાં આવી હતી. તે દરમિયાન આ લોકોએ શૂટર, ડ્રાઇવર વગેરેનું કામ કર્યું હતું.