પુતિનને ખુશ કરવા ટ્રમ્પનો નવો ખેલ! યુદ્ધની વચ્ચે ઝેલેન્સ્કીના હાથ બાંધ્યા
August 24, 2025
પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે બેઠક કરાવી શક્યા નહીં
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના પ્રમુખ પુતિન સાથે અલાસ્કામાં મુલાકાત કરતાં પહેલાં એક એવુ પગલું લીધુ હતું, જેનાથી રશિયાને ખુશખુશહાલ થયુ હતું. આ પગલું યુક્રેનની યુદ્ધની રણનીતિને સીધુ અસર કરનારું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ મુલાકાત પહેલાં અમેરિકાની ડિફેન્સ ઓફિસ પેન્ટાગને યુક્રેન પર અમેરિકામાં નિર્મિત લાંબા અંતરની ATACMS મિસાઈલનો ઉપયોગ રશિયાની અંદર કરવા પર પ્રતિબંધ લાદી દીધો હતો.
અમેરિકાએ આ પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ જણાવ્યું હતું કે, આ શસ્ત્રોનો ઉપયોગ ફક્ત સંરક્ષણ પૂરતો મર્યાદિત છે, આક્રમક હુમલા માટે નહીં. ત્રણ વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં શાંતિ કરાર માટેના પ્રયાસો પર અત્યાર સુધી કોઈ નક્કર પરિણામ પ્રાપ્ત થયું નથી. તાજેતરમાં ટ્રમ્પે કહ્યું હતું કે આક્રમકતાનો જવાબ ફક્ત સંરક્ષણ દ્વારા આપી શકાતો નથી. તેમનું આ નિવેદન યુક્રેનને રશિયા પર હુમલો કરવા માટે ગ્રીન સિગ્નલનો સંકેત આપતો હતો. પરંતુ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે બેઠક પહેલાં આ પ્રતિબંધ લાદતાં યુક્રેનના હાથ બાંધી દીધા હતાં. ટ્રમ્પની યોજના પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે સીધી બેઠકનું આયોજન કરવાની હતી, પરંતુ તે શક્ય બન્યું નહીં. રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે NBCને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈપણ શિખર બેઠકનો એજન્ડા હજુ તૈયાર નથી, તેથી હાલમાં કોઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું નથી. અહેવાલમાં ખુલાસો થયો છે કે પેન્ટાગોનની સૂચનાને કારણે યુક્રેન રશિયાની અંદર લાંબા અંતર સુધી હુમલો કરી શકતું નથી. યુએસ સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ પાસે આ લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગ અંગે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર છે. હાલમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલય કે સંરક્ષણ મંત્રાલયે આ અંગે કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી. વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોન તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
Related Articles
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ...
Aug 29, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચેતવણી- નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો...
Aug 29, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીય પરિવારોમાં ફફડાટ
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે...
Aug 29, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ...
Aug 28, 2026
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
Trending NEWS
30 August, 2026
30 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026