ચૂંટણીમાં વિપક્ષ 6 મુદ્દાને લઈને હાવી, ભાજપ 400 બેઠકનો આંકડો વટાવી શકશે?

April 30, 2024

દિલ્હી : લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના 400 પારના મિશન માટે સામ, દામ, દંડ અને ભેદથી કામ ચાલી રહ્યું છે. જોકે પ્રથમ બે તબક્કાના વલણ ભાજપ માટે ઉત્સાહજનક નથી. ભાજપે 370 બેઠક મેળવવી હશે તો કુલ ઉમેદવારોમાંથી 86 ટકા ઉમેદવાર જીતવા જરૂરી છે. જો કે હાલની સ્થિતિ અનુસાર ભાજપ માટે આ ટાર્ગેટ ઘણો મુશ્કેલ લાગી રહ્યો છે. અમુક બાબતો ભાજપ માટે પડકારરૂપ સાબિત થઇ શકે છે.

1. સરકાર અનામત ખતમ કરશે 
સરકાર અનામત ખતમ કરી દેશે તેવો નેરેટિવ સેટ કરવામાં વિપક્ષ સફળ રહ્યું છે. આ બાબતને લઈને અમિત શાહનો નકલી વીડિયો પણ ફરતો કરી દેવાયો છે. તેજસ્વી યાદવ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ જેવા નેતાઓ તાજેતરમાં નિવેદન આપ્યા છે, જેમાં સ્પષ્ટ અભિપ્રાય છે કે, ભાજપ સરકાર પોતાના ત્રીજા કાર્યકાળમાં અનામત ખતમ કરી દેશે. આ મુદ્દાને વધતો જોઈ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ અનેક વખત નિવેદન આપી ચુક્યા છે કે દેશમાં કોઇપણ સરકાર આવે અનામત ખતમ કરી શકશે નહીં. ભાજપ ઉદાહરણ પણ આપી રહી છે કે પ્રમોશનમાં અનામત ખતમ કરવાના કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભાજપે તેને કાયદો બનાવ્યો હતો. ભાજપ આ મુદ્દા પર જે રીતે સ્પષ્ટતા કરે છે તેનાથી લાગી રહ્યું છે કે ‘ઇન્ડિયા’ ગઠબંધન ભાજપને ઘેરવામાં સફળ રહ્યું છે.

2. 'સંવિધાન બચાવો' નારો મુદ્દો બની ગયો 
છેલ્લા પંદર દિવસથી બંને પક્ષ તરફથી સંવિધાન બચાવવાની વાતો થઇ રહી છે. એક તરફ ‘ઈન્ડિયા’ ગઠબંધન નેરેટિવ સેટ કરી રહ્યું છે કે ભાજપ 400 પારનો નારો એટલે લગાવે છે કે દેશમાં ઘણા બધા કાયદા બદલી શકાય.વિપક્ષે ઘણી જ ચાલાકીપૂર્વક આ વાતને સામાન્ય માણસો સુધી પહોચાડી છે. સીએસડીએસ સર્વેમાં પણ આ વાત સામે આવી છે કે ગામેગામ આ મુદ્દો બની ગયો છે છે કે ઇડી અને સીબીઆઈનો ઉપયોગ કરીને સરકાર મનમાની કરી રહી છે. વિપક્ષે તે વાત પણ દેલાવી છે કે જો ભાજપ સરકાર સત્તામાં આવશે તો દેશમાં બીજી વખત ચૂંટણી નહી થાય. જોકે આવી વાતો આજના સમયમાં કોઇપણ પક્ષ માટે સંભવ નથી. જો કે મોટી વાત તે છે કે જનતા આવી વાતોથી પ્રભાવિત થઇ રહી છે.  આ મુદ્દા પર ભાજપના નેતાઓ પણ વારંવાર કહી રહ્યા છે કે જો વિપક્ષની સરકાર બનશે તો અનુસુચિત જાતિ અને પછાતના અનામતમાં મુસ્લિમ લોકોને પણ હિસ્સો આપવામાં આવશે. 

3. જેડીએસ નેતાનું સેક્સ સ્કેન્ડલ 
કર્ણાટકમાં બીજા તબક્કાના મતદાનના બે દિવસ અગાઉ દેશના પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડાના પુત્ર સાંસદ પ્રજ્જ્વલ રેવન્નાની અનેક સેક્સ સીડી વાઈરલ થઇ છે. આ સીડી વાયરલ થતા જ રેવન્નાના ઘરની એક કુકે રેવન્ના અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.