પોસ્ટરમાં મનમોહનસિંહ સાથે દેખાયો યાસિન મલિક, એક્શનમાં દિલ્હી પોલીસ

April 30, 2024

હાલ દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વોટની અપીલ કરતા પોસ્ટર્સ અને બેનર જોવા મળી રહ્યા છે. તેવામાં દિલ્હીમાં વોટિંગ અપીલ કરતા એવા પોસ્ટર્સ જોવા મળ્યા કે દિલ્હી પોલીસ હરકતમાં આવી ગઇ હતી. પોસ્ટરની નીચે વોઈસ ફોર ડેમોક્રેસી પણ લખવામાં આવ્યું છે. જો કે, આ તમામ પોસ્ટરો કોણે લગાવ્યા છે તેની માહિતી હજુ સુધી મળી નથી, પરંતુ દિલ્હી પોલીસે માહિતી મળતાની સાથે જ વિવાદાસ્પદ પોસ્ટરો હટાવી દીધા છે.

આજે સવારે લુટિયંસ દિલ્હીમાં એવા પોસ્ટર્સ જોવા મળ્યા કે જે કોંગ્રેસ માટે વિવાદ ઉભો કરી શકે છે. પોસ્ટરોમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને અલગતાવાદી નેતા યાસીન મલિક સાથે બતાવવામાં આવ્યા છે અને યાસીન મલિકની મુક્તિ વિશે વાત કરવામાં આવી છે.

આ સિવાય પોસ્ટરમાં 25મીએ કોંગ્રેસને વોટ કરવાની અપીલ કરવામાં આવી છે. બહાદુર શાહ ઝફર માર્ગ પર લગાવવામાં આવેલા કેટલાક પોસ્ટરો પર, વાણીની સ્વતંત્રતા અને યાસીન મલિકને મુક્ત કરવા માટે 25 મેના રોજ 'કોંગ્રેસને મત આપો' મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું છે. આ માહિતી ANIના એક્સ પોસ્ટ દ્વારા મળી હતી.