સુરતના 8 પ્રવાસી નર્મદામાં ડૂબ્યા, એકને બચાવાયો, સાત લોકોની શોધખોળ ચાલુ
May 14, 2024
નર્મદા જિલ્લાના પોઇચા ગામ પાસે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોમાં દર્શન માટે આવેલા અમરેલીનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પરિવારના આઠ સભ્યો નર્મદા નદીમાં નાહવા ગયા હતા. ત્યારે તેઓ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેમાંથી સ્થાનિકોએ એકને ડૂબતા બચાવ્યો હતો. જ્યારે 7 લાપતાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
1. ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા (45 વર્ષ)
2. આરનવ ભરતભાઈ બલદાણિયા (12 વર્ષ)
3. મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા (15 વર્ષ)
4. વ્રજ હિંતમભાઈ બલદાણિયા (11 વર્ષ)
5. આર્યન રાજુભાઈ ઝીંઝાળા (7 વર્ષ)
6. ભાર્ગવ અશોકભાઈ હડિયા (15 વર્ષ)
7. ભાવેશ વલ્લભભાઈ હડિયા (15 વર્ષ)
તમામ રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી, સણિયા હેમાદ સુરત
પરિવારના સાત સભ્યોની શોધખોળ શરૂ કરાઈ
મૂળ અમરેલીના રહેવાસી અને હાલ સુરત રહેતા પરિવાર આજે સવારે રાજપીપળા પાસે આવેલા પોઇચા ગામે સ્વામીનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોના દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યારે પોઇચા નજીક નર્મદા નદીમાં પરિવાર નાહવા ઉતર્યા હતા. આ દરમિયાન નર્મદા નદીના ઊંડા પાણીમાં પરિવારના આઠ લોકો તણાયા હતા.આ બનાવની જાણ નજીકના ગ્રામજનોને થતા તેઓએ એક વ્યક્તિને આબાદ રીતે બચાવી લીધો હતો. જ્યારે પરિવારના બાકીના સાત સભ્ય ડૂબી ગયા હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. હાલ નર્મદા નદીમાં લાપતા થયેલા સુરતના પરિવારના સાત સભ્યોની શોધખોળ ચાલી રહી છે, ફાયર બ્રિગેડ તથા સ્થાનિક તરવૈયાઓ ડૂબી ગયેલા સાત સભ્યોની શોધખોળ કરી રહ્યા છે.
Related Articles
ગુજરાતમાં ઠંડીના કારણે 13 જિલ્લામાં હૃદયના દર્દી 20% વધ્યાં, સૌથી વધુ કેસ છોટા ઉદેપુરમાં
ગુજરાતમાં ઠંડીના કારણે 13 જિલ્લામાં હૃદય...
સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્કૂલ સંચાલકો ફી માટે હેરાન કરતા હોવાનો પરિવારનો આક્ષેપ
સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્...
Jan 21, 2025
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે, જંત્રી દરમાં રાહતની શક્યતા
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુ...
Jan 20, 2025
સુરતમાં ઘર આંગણે રમતી બાળકીને ઉપાડી લઇ જઇ પીંખી નાખી, લોહીથી લથબથ બાળકી ઘરે પહોંચી
સુરતમાં ઘર આંગણે રમતી બાળકીને ઉપાડી લઇ જ...
Jan 20, 2025
અંબાજીમાં નડિયાદના માઇભક્તે માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી ભેટ ધરી
અંબાજીમાં નડિયાદના માઇભક્તે માં અંબાના ચ...
Jan 20, 2025
ચાણસ્મામાં ગોગા મહારાજ મંદિરનો રજત જયંતિ મહોત્સવ, સોનાની પાઘડી પહેરાવીને મુખ્યમંત્રીનું સન્માન
ચાણસ્મામાં ગોગા મહારાજ મંદિરનો રજત જયંતિ...
Jan 20, 2025
Trending NEWS
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
Jan 22, 2025