Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

દુર્ઘટનામાં ચરોતરના 50 લોકોના મોત, અનેક પરિવારના દીપ ઓલવાયા

June 13, 2025

ચરોતરના આણંદ-ખેડા જિલ્લામાં ભારે શોકનો માહોલ

આણંદ :  અમદાવાદમાં ગુરુવારે બપોરે સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ થયા બાદ ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી આવેલા લોકોનો સમાવેશ થતો હતો. ખાસ કરીને, ચરોતર પ્રદેશના આણંદ અને ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં સોજીત્રા, તારાપુર અને બોરસદના મૃતકોના કિસ્સા લોકોની આંખોમાં પાણી લાવી દે તેવા છે.


મોડી સાંજ સુધી મળતી માહિતી મુજબ, ચરોતર પ્રદેશના આણંદ જિલ્લાના 33 અને ખેડા જિલ્લાના અંદાજે 17 જેટલી વ્યક્તિ આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમના કરુણ મૃત્યુ થયા હોવાના અહેવાલો છે. તમામ મૃતકોના પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં સરકાર દ્વારા DNA ટેસ્ટ સહિતની કાર્યવાહી શરૂ કરીને પોતાના સ્વજનોને શોધવાનો અને ઓળખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


આણંદ જિલ્લા ભાજપે 33 લોકોની યાદી જાહેર કરી છે જે આ પ્લેનમાં સવાર હતા. જોકે, ખેડા જિલ્લા પ્રશાસન મોડી સાંજ સુધી ઘટનામાં જિલ્લાના કેટલા લોકો શામેલ હતા તે અંગે પુષ્ટિ કરી શક્યું નથી. કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા પ્રશાંત પટેલ પણ આ પ્લેનમાં હોવાની માહિતી મળી છે. આ તરફ નડિયાદ, ઠાસરા, મહેમદાવાદ, કઠલાલ સહિતના તાલુકાના વ્યક્તિઓ લંડન જવા નીકળ્યા હતા.


આણંદ જિલ્લાના બોરસદ, ફાંગણી, ચિખોદરા, કરમસદ, સોજીત્રા, રામનગર, ખંભોળજ, ઉમરેઠ, કસુંબાડ, ગાના, તારાપુર અને આણંદ શહેર સહિતના વિસ્તારોના કુલ 33 યાત્રિકો વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં એક ડોક્ટર અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે.