ત્રણ દિવસ બાદ ગરમી વધતાં અગનભઠ્ઠી બની જશે:સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ અકળાવી દેશે

May 02, 2024

અમદાવાદ  : આજથી પાંચ દિવસ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક કે જણાવ્યું હતું કે,કચ્છ, પોરબંદર, દીવ, ભાવનગર અને વલસાડમાં પાંચ દિવસ દરમિયાન હીટવેવની શક્યતા છે.આ ઉપરાંત કચ્છથી લઈને દમણ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણનો અનુભવ રહેશે અને ગરમ તથા ભેજયુક્ત હવાને લીધે ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે. હાલમાં ગુજરાત પર આવતા પવનની દિશા ઉત્તર પશ્ચિમ દિશા તરફથી છે. આથી તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન યથાવત્ રહેશે. ત્યારબાદ એકથી બે ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. તેમજ છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતનાં 8 શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.