ચાર્લી કર્ક મર્ડર કેસ: શંકાસ્પદ આરોપીની ધરપકડ, ટ્રમ્પે પુષ્ટિ કરતાં કહ્યું- મોતની સજા આપીશું
September 12, 2025
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ( 12 સપ્ટેમ્બર ) જાહેરાત કરી છે કે રૂઢિવાદી કાર્યકર ચાર્લી કર્કના શંકાપસદ હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે બુધવારે યુટા વેલી યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં સેંકડો લોકોની ભીડની વચ્ચે ચાર્લીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે બાદથી જ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સમગ્ર અમેરિકામાં દેશવ્યાપી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પુષ્ટિ કરી છે કે શંકાસ્પદ હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે હત્યારાની નજીકની વ્યક્તિએ જ સુરક્ષા એજન્સીઓને તેની ભાળ આપી હતી. આશા છે કે ચાર્લીના હત્યારાને મોતની સજા મળશે. નોંધનીય છે કે ચાર્લી કર્ક ડોનાલ્ડ ટ્રમ્પની ખૂબ ખાસ વ્યક્તિ તરીકે જાણીતા હતા. નોંધનીય છે કે ચાર્લી કર્ક લેખક, પૉડકાસ્ટ હોસ્ટ તથા ટર્નિંગ પોઈન્ટ નામક વિદ્યાર્થી સંગઠનના સહ-સંસ્થાપક હતા. તેઓ સમગ્ર અમેરિકામાં પોતાના તેજાબી નિવેદનોના કારણે વાઈરલ હતા. તથા તેમની કટ્ટર વિચારધારાના કારણે લેફ્ટ વિચારધારાના લોકો સાથે તેમના અવાર-નવાર વિવાદ થતાં હતા. એવામાં એક યુનિવર્સિટીના કાર્યક્રમમાં હજારોની ભીડ વચ્ચે સ્નાઈપરથી ગોળી મારી તેમની હત્યા કરવામાં આવી હતી.
FBIના જણાવ્યા અનુસાર હુમલાખોર કેમ્પસની છત પર પહોંચ્યો અને ગોળી ચલાવ્યા બાદ કૂદીને ભાગી ગયો હતો. બાદમાં તપાસ અધિકારીઓને પાસેલા જંગલ વિસ્તારમાંથી એક રાઈફલ મળી આવી હતી.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026