કરવાચોથ પર આ ચીજોથી ઘરે કરો ફેશિયલ
October 08, 2022

કરવાચોથના દિવસે દરેક મહિલાઓ ઈચ્છે છે કે તેની સુંદરતા સૌથી સારી રહે. દરેક લોકો તેને જ નિહારે. ખાસ કરીને પતિથી વખાણ સાંભળવા માટે તમે આ દિવસે આતુર રહો છો. આ દિવસે પાર્લરમાં ભીડ પણ વધારે હોય છે અને આ દિવસે પાર્લરની ટ્રીટમેન્ટ તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ માટે તમે ઘરેલૂ વસ્તુઓની મદદ લઈ શકો છો. તો જાણો તમે દહીંની મદદથી કેવી રીતે ફેશિયલ કરશો.
દહીંથી સ્કીનને થશે ફાયદો
દહીં ફક્ત સ્કીનને એક્સફોલિએટ કરે છે પણ સાથે નિખાર પણ લાવે છે. આ સ્કીનને ટાઈટ બનાવી રાખવામાં મદદ કરે છે. સાથે જ ત્વચાને જરૂરી ભેજ પણ આપે છે. તો જાણો કઈ રીતે દહીંનો ઉપયોગ કરવાથી તમને ફાયદો થશે.
ક્લીન્ઝ કરો
સ્કીનને ક્લીન્ઝ કરો એટલે કે તેને સાફ કરો. આ માટે એક વાટકીમાં થોડું દહીં લો અને તેને ફેસ પર હળવા હાથે ઘસો. તેને 3-4 મિનિટ ઘસ્યા બાદ ફેસ પાણીથી ધોઈ લો.
સ્ક્રબ માટે
દહીંથી સ્કીનને સ્ક્રબ કરવા માટે એક ચમચી દહીંમાં એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરો. આ મિશ્રણને આંગળી પર લો અને તેનાથી ફેસને 2 મિનિટ સુધી ઘસો. આ પછી તેને ધોઈ લો. ધ્યાન રાખો કે સ્ક્રબ ક્યારેય પણ વધારે સમય સુધી સ્કીન પર ઘસવું નહીં.નહીં તો સ્કીનને નુકસાન થશે.
બનાવો ફેસ પેક
દહીંથી ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલા એક વાટકીમાં 2 ચમચી દહીં લો અને તેમાં અડધી ચમચી હળદર મિક્સ કરો, આ મિશ્રણને ફેસ પર લગાવો. આ મિશ્રણને ચહેરા પર 15 મિનિટ લગાવીને રાખો અને પછી ફેસ સાદા પાણીથી વોશ કરો. તમારા ફેસ પર અલગ જ ગ્લો જોવા મળશે. ચહેરો ધોયા બાદ મોઈશ્ચરાઈઝર લગાવવાનું ભૂલશો નહીં.
Related Articles
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023