નોબેલનું સપનું જોતાં ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો, સમિતિએ કહ્યું - અમારા પર દબાણ નહીં ચાલે
September 12, 2025
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વાર દાવો કરી ચૂક્યા છે કે તેમણે સાત જેટલા યુદ્ધ બંધ કરાવ્યા છે અને આ માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. પરંતુ નોબેલ સમિતિ પર ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓની કોઈ અસર થતી હોય તેવું લાગતું નથી. નોર્વેની નોબેલ સમિતિનું કહેવું છે કે, 'અમારા પર કોઈ દબાણ નથી. અમે સંપૂર્ણ સ્વાયત્તતા અને સ્વતંત્રતા સાથે નિર્ણયો લઈએ છીએ.' નોંધનીય છે કે, જાન્યુઆરીમાં અમેરિકામાં ફરીથી સત્તા સંભાળનારા ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે, 'હું નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માટે પાત્ર છું.'
નોબેલ શાંતિ પુરસ્કારને લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, 'મેં છથી સાત યુદ્ધો બંધ કરાવ્યા છે અને તેના માટે હું નોબેલ શાંતિ પુરસ્કારને પાત્ર છું. હું ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને રોકવા માટે પણ તૈયાર છું.' આ દરમિયાન એક ઇન્ટરવ્યુમાં નોબેલ સમિતિના સચિવ ક્રિશ્ચિયન બર્ગ હાર્પવિકેને કહ્યું, 'એ સાચું છે કે મીડિયામાં કોઈ ચોક્કસ ઉમેદવાર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ એ પણ સાચું છે કે આનાથી અમારા નિર્ણય પર કોઈ અસર થતી નથી. અમે અમારા ધોરણો અનુસાર નિર્ણયો લઈએ છીએ. આમાં કોઈ બાહ્ય પરિબળ કામ કરતું નથી અને ન તો કોઈ પ્રકારનું દબાણ છે.'
નોબેલ પુરસ્કારોની જાહેરાત 10મી ઑક્ટોબર 2025ના રોજ થવાની છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, મારા નામની ભલામણ બેન્જામિન નેતન્યાહૂ અને અઝરબૈજાનના ઈલ્હમ અલીયેવે પણ કરી છે. આ ઉપરાંત પાકિસ્તાનની સેનાના વડા આસિમ મુનીરે પણ કહ્યું હતું કે, 'ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ.' જોકે, આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પને આ પુરસ્કાર મળવાની શક્યતા ઘણી ઓછી છે.
Related Articles
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ...
Aug 29, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચેતવણી- નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો...
Aug 29, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીય પરિવારોમાં ફફડાટ
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે...
Aug 29, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ...
Aug 28, 2026
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
Trending NEWS
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026