ઈસ્ટ તિમોરને Gen-Z એ માથે લીધું, સરકાર ઘૂંટણિયે, બે યોજનાઓ પાછી ખેંચવી પડી
September 26, 2025
ઈસ્ટ તિમોર- હવે Gen-Zનો વિદ્રોહ દક્ષિણ-પૂર્વીય એશિયાના નાનકડાં દેશમાં પહોંચ્યું છે. ઈસ્ટ તિમોરના Gen-Zના આંદોલન સામે ત્યાંના સાંસદ અને સંસદગૃહ ઘૂંટણિયે થયુ છે. સાંસદોએ યુવાનોના ગુસ્સા અને આંદોલનને ધ્યાનમાં લેતાં સંસદમાં વિરોધ થઈ રહેલા કાયદાની વિરૂદ્ધ મતદાન કર્યું છે. Gen-Zએ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ, પૂર્વ વડાપ્રધાન-મંત્રીઓ અને સાંસદોના આજીવન પેન્શનના હકદારની મંજૂરી આપતો કાયદો રદ કરવાની માગ કરી છે. આ માગ સામે સાંસદો ઝૂકવા મજબૂર બન્યા છે.
ઈસ્ટ તિમોર એક ગરીબ દેશ છે, પરંતુ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ, પૂર્વ વડાપ્રધાન-મંત્રીઓ અને પૂર્વ સાંસદોને મોટી રકમમાં આજીવન પેન્શન અને ભથ્થું ચૂકવવાનો કાયદો લઈ આવ્યું છે. આ કાયદામાં સરકારી અધિકારીઓને મળતાં મોટી રકમના ભથ્થા પર પણ કાપ મૂકવાની જોગવાઈ ઘડી છે. જેથી યુવાનોએ તેનો ભારે વિરોધ કર્યો છે. વધુમાં સાંસદોની ગાડીઓ માટે સરકારે 42 લાખ ડોલરનો ખર્ચ કર્યો હતો. જેથી Gen-Z વધુ રોષે ભરાયા છે અને આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના એક વર્ગે 2006માં ઘડાયેલા આજીવન પેન્શનના કાયદાનો વિરોધ શરૂ કર્યો હતો. આ વિરોધ ધીમે-ધીમે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ, પૂર્વ વડાપ્રધાન-મંત્રીઓ અને પૂર્વ સાંસદોને મળતા આજીવન પેન્શન સુધી પહોંચ્યો હતો. જેના માટે સરકાર દરવર્ષે લાખો ડોલરનો ખર્ચ કરી રહી છે. આ નિયમ અંતિમ વેતનની સમકક્ષ આજીવન પેન્શન આપવાની વ્યવસ્થા આપતી હતી. હવે યુવાનોના વિરોધ અને દેખાવો બાદ આ કાયદો રદ કરવામાં આવ્યો છે.
Related Articles
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ...
Aug 29, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચેતવણી- નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો...
Aug 29, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીય પરિવારોમાં ફફડાટ
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે...
Aug 29, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ...
Aug 28, 2026
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
Trending NEWS
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026