એપસ્ટીન ફાઈલ્સના 8500 દસ્તાવેજોમાં ઈલોન મસ્ક, પીટરનું નામ ખુલ્યું, USના રાજકારણમાં હડકંપ
September 27, 2025
અમેરિકાના કુખ્યાત યૌન અપરાધી જેફ્રી એપસ્ટીનનો કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અમેરિકન હાઉસ ઓવરસાઇટ કમિટીને સોંપવામાં આવેલા 8544 દસ્તાવેજોમાં ટેસ્લા અને સ્પેસએક્સના વડા ઈલોન મસ્ક, અબજોપતિ ટેક ઇન્વેસ્ટર પીટર થિલ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યૂહરચનાકાર રહેલા સ્ટીવ બેનન જેવા દિગ્ગજોના નામનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજો દર્શાવે છે કે 2007ના વિવાદાસ્પદ 'પ્લી ડીલ' (ગુનો કબૂલીને સજા ઓછી કરાવવાની સમજૂતી) પછી પણ એપસ્ટીનના સંબંધો વિશ્વના સૌથી પ્રભાવશાળી અને ધનાઢ્ય લોકો સાથે જળવાઈ રહ્યા હતા.
જેફ્રી એપસ્ટીન અમેરિકાનો એક ધનવાન અને હાઇ-પ્રોફાઇલ સોશલાઇટ હતો, જે કાળા કારનામા માટે કુખ્યાત છે. તેની પાસે ન્યૂયોર્કથી ફ્લોરિડા સુધીની કરોડોની સંપત્તિઓ, પ્રાઇવેટ જેટ અને આલિશ રિસોર્ટ્સ હતા.
1990 અને 2000ના દાયકામાં તેના સંબંધો બિલ ક્લિન્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રિન્સ એન્ડ્રુ અને બિલ ગેટ્સ જેવી રાજકીય અને મનોરંજન જગતની મોટી હસ્તીઓ સાથે હતા. 2002માં ડોનાલ્ડ ટ્રમ્પે તેને ખૂબ સારો માણસ ગણાવ્યો હતો.
જોકે, 2007માં તે સગીર છોકરીઓના યૌન શોષણના મોટા કાંડમાં ફસાયો. વિવાદાસ્પદ 'પ્લી ડીલ'ને કારણે તેને માત્ર 13 મહિના જેલમાં રહેવું પડ્યું અને તેનું નામ યૌન અપરાધી તરીકે નોંધાયું. 2019માં સગીરોની યૌન ટ્રાફિકિંગના આરોપોમાં તેની ફરી ધરપકડ થઈ, પરંતુ કેસ શરૂ થાય તે પહેલાં જ તેણે જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.
હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટિક સભ્યોએ જે ત્રીજી બેચ જાહેર કરી છે, તેમાં એપસ્ટીનની દૈનિક ડાયરી, ફ્લાઇટ લોગ્સ, ફોન મેસેજ રેકોર્ડ્સ અને નાણાકીય દસ્તાવેજો સામેલ છે. આ વખતે કુલ 8544 દસ્તાવેજો જાહેર થયા છે.
દસ્તાવેજોમાં 6 ડિસેમ્બર 2014ની તારીખનો એક કાર્યક્રમ (ઇટિનરરી) મળ્યો છે. તેમાં ઈલોન મસ્કની એપસ્ટીન આઇલેન્ડની મુલાકાતનો ઉલ્લેખ છે. નોંધમાં હાથથી લખ્યું છે: 'Is this still happening? (શું આ હજુ પણ થઈ રહ્યું છે?).' જોકે મસ્ક ખરેખર ત્યાં ગયા હતા કે નહીં તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ આ દસ્તાવેજ જણાવે છે કે તેઓ ક્યારેક એપસ્ટીનના સંપર્કમાં જરૂર રહ્યા હતા.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026