ગુજરાતમાં પાંચ પોલીસકર્મી સામે નશો, અકસ્માત અને દુષ્કર્મ સહિતના આરોપ
June 01, 2025

અમદાવાદ- અમદાવાદમાં પોલીસકર્મીએ બેફામ કાર હંકારી ત્રણ લોકોને ઇજા પહોંચાડતી હતી. જ્યારે અમરેલીના બે પોલીસકર્મીઓ સામે દૂષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. એક પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા સાથે જ્યારે અન્ય એક પોલીસકર્મીએ 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તો બીજી તરફ વડોદરામાં થોડા દિવસ અગાઉ એક પીએસઆઈએ નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનાના બે દિવસ બાદ અકસ્માત સર્જનાર પીએસઆઈ વાય.એચ. પઢિયારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. સરકારના સુરક્ષાના તમામ દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા જાણે પડી ભાંગી હોય તેવુ ચિત્ર ઊપસ્યું છે. છતાં સરકારના પેટનું પાણીય હલતું નથી.
આજે અમદાવાદના રાણીપ વિસ્તારમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી યુવરાજ સિંહ એ બેફામ કાર હંકારી એકથી વધુ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં લોકોએ અકસ્માત સર્જનાર પોલીસકર્મીને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં પોલીસકર્મીએ જ બેફામ કાર હંકારતાં એકથી વધુ વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના બાદ હવે અમદાવાદ પોલીસની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 2 પોલીસકર્મીઓ નિર્દયતાપૂર્વક યુવકને લાકડી વડે માર મારતાં નજરે પડે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ દ્વશ્યો દીવાન બલ્લુભાઇ રોડ પરના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. યુવક રોંગ સાઇડમાં આવતો હોવાથી પોલીસે લાતો અને લાકડી વડે માર માર્યો હતો. વીડિયો જોઇ શકાય છે કે પોલીસકર્મીઓ સત્તાનો દુરઉપયોગ કરી પોતાનો પાવર બતાવી રહ્યા છે. સામાન્ય બાબતે યુવકને ઢોર માર મારવામાં આવતાં શહેરોજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
Related Articles
પ્લેન ક્રેશ - 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ શકે, ટેક્નિકલ ખામી પણ હોઇ શકે'
પ્લેન ક્રેશ - 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ...
Jul 12, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ કડક પગલા લેવાશે, સી.આર. પાટીલ
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ...
Jul 12, 2025
કચ્છ ઉત્તર ગુજરાતને જોડતો બનાસ નદી પરનો 60 વર્ષ જૂનો બ્રિજ પડું પડું, ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો
કચ્છ ઉત્તર ગુજરાતને જોડતો બનાસ નદી પરનો...
Jul 12, 2025
અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા
અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમા...
Jul 12, 2025
સુરતમાં ગાંજાના પૈસા બાબતે પ્રેમિકાની ગળેટૂંપો દઈ હત્યા કરનારો આરોપી 20 વર્ષે ઝડપાયો
સુરતમાં ગાંજાના પૈસા બાબતે પ્રેમિકાની ગળ...
Jul 11, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15 મૃતદેહો મળ્યા, સર્ચ ઓપરેશન યથાવત, તપાસ કમિટી રચાઈ
ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15 મૃ...
Jul 10, 2025
Trending NEWS

12 July, 2025

12 July, 2025

12 July, 2025
12 July, 2025
12 July, 2025
12 July, 2025
12 July, 2025

12 July, 2025

11 July, 2025

11 July, 2025