ગાઝા યુદ્ધ ખતમ કરવા ફ્રાન્સનો બિગ પ્લાન, ઇઝરાયલ-અમેરિકાને લાગશે જોરદાર ઝટકો
September 22, 2025
ફ્રાન્સે ગાઝામાંથી ઇઝરાયલી સંરક્ષણ દળોને હટાવીને ત્યાં આંતરરાષ્ટ્રીય સેના તહેનાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ સમાપ્ત થયા બાદ હમાસને નિઃશસ્ત્ર કરવાનો અને ધીમે ધીમે ગાઝાની આંતરિક સુરક્ષા પેલેસ્ટાઇનની ઓથોરિટીને સોંપવાનો છે. 'ધ ટાઈમ્સ ઑફ ઈઝરાયેલ'ના હાથમાં આવેલા પ્રસ્તાવના મુસદ્દા મુજબ, આ યોજના જુલાઈમાં જાહેર કરાયેલા એક આંતરરાષ્ટ્રીય ઘોષણાપત્ર પર આધારિત છે, જેમાં બે-રાષ્ટ્ર સમાધાન, હમાસના નિઃશસ્ત્રીકરણ અને ગાઝામાં સુરક્ષાના હસ્તાંતરણનો ઉલ્લેખ છે. પ્રસ્તાવના અહેવાલ મુજબ, આ મિશનનું નેતૃત્વ કરવા માટે કેટલાક દેશોને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં ઇજિપ્ત, જોર્ડન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને કતારને પ્રાથમિકતા અપાઈ છે. મુસદ્દામાં જણાવ્યા મુજબ, આ મિશન ન્યૂયોર્ક ઘોષણાપત્ર મુજબ અને સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ ચલાવવામાં આવશે. તેનો મુખ્ય હેતુ સુરક્ષાની જવાબદારી ધીમે ધીમે પ્રાદેશિક નેતૃત્વને સોંપવાનો છે અને આ મિશન ત્યારે જ સફળ થઈ શકશે જ્યારે પરિસ્થિતિઓ સામાન્ય બનશે. ગાઝા સંબંધિત ન્યૂયોર્ક ઘોષણાપત્રને જુલાઈમાં ફ્રાન્સ અને સાઉદી અરેબિયા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેને પાછળથી કતાર અને ઇજિપ્ત સહિતના અન્ય ઘણા આરબ દેશોએ પણ ટેકો આપ્યો. આ ઘોષણાપત્રને આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના એક પ્રસ્તાવમાં પણ સમાવી લેવાયો છે. ઘોષણાપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તેના પર હસ્તાક્ષર કરનાર તમામ દેશો ફિલિસ્તીની ઓથોરિટીના આમંત્રણ પર એક અસ્થાયી આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ મિશનની તૈનાતીને સમર્થન આપે છે. આ ઘોષણાપત્ર મુજબ, આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય પેલેસ્ટાઇનના નાગરિકોને સુરક્ષા પૂરી પાડવાનો છે. આ ઉપરાંત, તે પેલેસ્ટાઇન રાજ્ય અને તેના સુરક્ષા દળોની ક્ષમતા વધારવામાં મદદ કરશે અને પેલેસ્ટાઇન તથા ઇઝરાયલ બંને માટે સુરક્ષાની ગેરંટી આપશે. તેમાં યુદ્ધવિરામ અને ભવિષ્યના શાંતિ કરારોની દેખરેખ પણ સામેલ છે. આ સમગ્ર પ્રક્રિયામાં બંને દેશોની સાર્વભૌમતાનું સંપૂર્ણ સન્માન કરવામાં આવશે.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026