ભૂતપર્વ જસ્ટિસ સુશીલા કાર્કી બન્યા વડાપ્રધાન, ત્રણ શરતો માન્ય થયા બાદ આપી સમંતિ
September 13, 2025
નેપાળમાં Gen-Zના હિંસક પ્રદર્શને સત્તામાં મોટો ઉલટફેર કર્યો. નેપાળમાં ચાલતા ભ્રષ્ટાચાર અને શાસકોની દાદાગીરીના કારણે જનરલ ઝેડમાં ભારે આક્રોશ વ્યાપ્યો હતો. જેના બાદ જનરલ ઝેડ દ્વારા નેપાળમાં ઠેર-ઠેર ઉગ્ર વિરોધનો વંટોળ ઉઠ્યો જે વધુ આક્રમક બનતા સત્તા પરિવર્તન થયું. અને વડાપ્રધાન કેપી શર્મા ઓલી રાજીનામું આપ્યું. જેના બાદ શુક્રવાર 12 સપ્ટેમ્બરના રોજ નેપાળના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે શપથ લીધા.
જસ્ટિસ સુશીલા કાર્કીએ નેપાળનું સુકાન સંભાળ્યું. ગતરાત્રિના રોજ 8:45 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં ભૂતપૂર્વ ન્યાયાધીશ સુશીલા કાર્કીએ વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકને શપથ લીધા. નેપાળના રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ જનરલ અશોક રાજ સિગ્ડેલની હાજરીમાં જનરલ-ઝેડ જૂથોની બેઠકમાં, સુશીલા કાર્કીને વચગાળાની સરકારના વડા બનાવવા પર સંમતિ સધાઈ હતી. દેશમાં ઉદભવેલ રાજકીય સંકટમાંથી બહાર લાવવા જસ્ટિસ સુશીલા કાર્કીએ તમામના નિર્ણયને માન્ય રાખ્યો. પરંતુ વચગાળાની સરકારના વડાપ્રધાન બનવા તેમણે આ સમિતિ સમક્ષ ત્રણ શરતો મૂકી.
ભૂતપૂર્વ જસ્ટિસનો ખાસ આગ્રહ હતો કે આ બાબતે કાયદાકીય નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. વચગાળાના વડા પ્રધાનની નિમણૂક માટે કયા મુદ્દા અથવા કલમ લાગુ થાય છે કે નહી તે જાણવું જરૂરી છે. કારણ કે તેઓ એક જસ્ટિસ છે અને નેપાળના બંધારણમાં ન્યાયાધીશને સીધા સંસદમાં લાવવાની કોઈ જોગવાઈ નથી તેઓ આ બાબત સારી રીતે જાણતા હતા. એટલે તેમણે ત્રણ શરતોનું પાલન થાય તો જ તેઓ વડાપ્રધાન બનશે તેવો પોતાનો નિર્ણય જણાવ્યો.
Related Articles
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ...
Aug 29, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચેતવણી- નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો...
Aug 29, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીય પરિવારોમાં ફફડાટ
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે...
Aug 29, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ...
Aug 28, 2026
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
Trending NEWS
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026