ગીર સોમનાથમાં ચાર મિનિટમાં આવ્યા ભૂકંપના બે આંચકા, એકની તીવ્રતા 3.7 અને બીજાની 3.4 નોંધાઈ

May 08, 2024

આકરી ગરમી વચ્ચે ગીર સોમનાથમાં આજે ભૂંકપના બે આંચકા આવ્યા હતા. બપોરના સમયે 4 મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો 3.14 વાગ્યે 3.7ની તીવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપના બીજા આંચકો 3.18 વાગ્યે તીવ્રતા 3.4નો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વમાં નોંધાયું હતું. આ અંગે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે માહિતી આપી છે.

ગીર સોમનાથના તાલાલાની આસપાસમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઈને આ વિસ્તારના લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે ભૂકંપના કારણે હજુ સુધી જાનમાલને નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.