Breaking News :
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી

સળંગ બીજા મહિને GST કલેક્શન 2 લાખ કરોડને પાર, પશ્ચિમ બંગાળથી પાછળ રહ્યું ગુજરાત

June 02, 2025

મે મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન  16.4 ટકા વધીને 2.01 લાખ કરોડ રૂપિયા રહ્યું છે તેમ આજે જારી કરવામાં આવેલા સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને એપ્રિલમાં જીએસટી કલેક્શન 2.37 લાખ કરોડ રૂપિયા હતું જે અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન હતું. મે, 2024મા જીએસટી કલેક્શન 172739 કરોડ રૂપિયા રહ્યું હતું. મે મહિનામાં ઘરેલુ લેવડ દેવડથી કુલ જીએસટી આવક 13.7 ટકા વધીને 1.50 લાખ કરોડ રૂપિયા રહી છે. જ્યારે આયાતથી જીએસટી કલેક્શન 25.2 ટકા વધીને 51266 કરોડ રૂપિયા રહ્યું છે.  મેમાં કુલ સેન્ટ્રલ જીએસટી આવક 35434 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી આવક 43902 કરોડ રૂપિયા અને ઇન્ટેગ્રેટેડ જીએસટી ક્લેક્શન લગભગ 1.09 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. સેસથી 12879 કરોડ રૂપિયાની આવક થઇ છે. મે મહિનામાં કુલ રિફંડ 4 ટકા ઘટીને 27210 કરોડ રૂપિયા રહ્યું છે. મેમાં નેટ જીએસટી 1.74 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે વાર્ષિક ધોરણે 20.4 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.  મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોના જીએસટી કલેક્શનમાં 17 થી 25 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગણાના જીએસટી કલેક્શનમાં 6 ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી છે. જેનાથી સ્પષ્ટ દેખાય છે કે જીએસટી કલેક્શન કરવામાં પ.બંગાળ જેવા રાજ્યોથી ગુજરાત જેવું રાજ્ય પાછળ રહી ગયું હતું.