ગુજરાતનો સૌથી મોટો સાયબર ફ્રોડ, RBL બેંકના 90 ખાતામાંથી 1445 કરોડનું ટ્રાન્ઝેક્શન
June 06, 2025

RBL બેંકના કુલ 90 એકાઉન્ટની માહિતી આવી સામે: ઉધના પોલીસ
સુરત : ગુજરાતમાં અવારનવાર સાયબર ફ્રોડની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ હવે રાજ્યમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. જેને લઈને પોલીસ પણ ચોંકી ગઈ છે. ગુજરાત પોલીસને 165 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. જેમાં માત્ર 6 મહિનામાં RBL બેંકના 90 બેંક એકાઉન્ટમાંથી કુલ 1445 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. જોકે અન્ય 75 બેંક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે.
સુરત પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું, આ દરમિયાન એક મોપેડને રોકવામાં આવ્યું, ત્યારે સમગ્ર ભાંડાફોડ થયો અને આરોપીની ધરપકડ કરી હતી. પૈસાની જરૂરીયાતમંદ લોકોને બેંક લોન આપવાના બહાને ડોક્યુમેન્ટ લઈને બેંક એકાઉન્ટ ખોલી નાખવામાં આવતા હતા. બાદમાં ડોક્યુમેન્ટ ખૂટે છે જેના કારણે બેંક એકાઉન્ટ નહીં ખુલે તેવું કહીને આ ભેજાબાજો બેંક એકાઉન્ટ ખોલી નાખતા હતા. બાદમાં બેંક એકાઉન્ટ ધારકની જાણ બહાર તે ખાતામાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ કૌભાંડ ગુજરાત જ નહીં પરંતુ દેશવ્યાપી હોવાનું પણ સામે આવ્યું છે. કીરાટ જાદવાણી અને મિત ખોખર સહિત મયુર ઇટાલિયાની ધરપકડ કરાઈ હતી. સમગ્ર કેસમાં દિવ્યેશ વિનીત સહિત રિચ પે આઈડી ધારક નામના આરોપીઓ પણ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. હાલ, સુરતની ઉધના પોલીસ દ્વારા તપાસમાં હજુ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.
ઉધના પોલીસની તપાસ દરમિયાન મળી આવેલા અલગ અલગ બેંકોના 165 અકાઉંટ પૈકી RBL બેંકના કુલ 90 એકાઉન્ટની માહિતી આવી જતા તેમાં 1455 કરોડના વ્યવહારો કુલ 6 મહિનાના સમયગાળા દરમિયાન આરોપીઓ દ્વારા થયેલા હોવાનું સામે આવ્યું છે. તેમજ મોટાભાગના બેન્ક એકાઉન્ટ પૈસાની જરૂરીયાતમંદ લોકોને લોન આપવાના બહાને ખોલાવેલા હોવાનું સામે આવ્યું છે.
Related Articles
સાબરકાંઠાના વડાલીમાં બારે મેઘ ખાંગા, 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
સાબરકાંઠાના વડાલીમાં બારે મેઘ ખાંગા, 24...
Jun 22, 2025
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, આજે બે જિલ્લામાં રેડ ઍલર્ટ, 27 જૂન સુધી થશે ધોધમાર વરસાદ
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, આજે બે...
Jun 21, 2025
અમદાવાદ પ્લેન ક્રેશઃ એર ઇન્ડિયાના 3 અધિકારીને હટાવવાનો આદેશ
અમદાવાદ પ્લેન ક્રેશઃ એર ઇન્ડિયાના 3 અધિક...
Jun 21, 2025
સુરતના કામરેજમાં હચમચાવી દેનારી ઘટના: પ્રેમીએ યુવતિને પાંચ માળેથી ધક્કો મારી કરી હત્યા
સુરતના કામરેજમાં હચમચાવી દેનારી ઘટના: પ્...
Jun 21, 2025
વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેન ફરી શરૂ કરવા માટે પોલીસ તંત્રની મંજૂરી માંગી
વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેન ફરી શરૂ ક...
Jun 21, 2025
રાજકોટથી મુંબઈ જતી એરઇન્ડિયાની ફલાઈટ છેલ્લા સમયે રદ કરી દેવાતા મુસાફરો અટવાયા
રાજકોટથી મુંબઈ જતી એરઇન્ડિયાની ફલાઈટ છેલ...
Jun 21, 2025
Trending NEWS

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025