ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, તાપમાનનો પારો 41 ડિગ્રી પહોંચશે

May 05, 2024

વડોદરા- ગુજરાતમાં એપ્રિલ મહિનો તપી રહ્યો છે, માર્ચ માસથી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી, રાજકોટ અને અમદાવાદ સહિતના કેટલાક શહેરમાં તાપમાનનો પારો 40ને પાર પહોંચી રહ્યો છે. ગરમીના ટોર્ચર વચ્ચે ચિંતાની વાત એ છેકે, આગામી દિવસોમાં હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી કરી છે.. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનના દિવસે જ ગરમી તમામ રેકોર્ડ તોડી નાખશે. 


ગુજરાતમાં ગરમીનો પારો હજુ પણ ઉંચકાઇ શકે છે.. આગામી ચાર દિવસ માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આગામી 7મી મેએ એટલે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેના મતદાનના દિવસે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 7 મેથી 9 મે સુધી ગુજરાતમાંકાળઝાળ ગરમી પડવાની સંભાવના છે. રાજ્યના ચાર શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી પહોંચશે તો અન્ય ચાર શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે. આ દિવસોમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન અમરેલી સહિતના વિસ્તારોમાં નોંધાશે. વલ્લભવિદ્યાનગર, વડોદરામાં 41 ડિગ્રીથી વધુ તાપમાન પહોંચશે.    રાજ્યમાં ગરમીના પ્રકોપને જોતા હવામાન વિભાગ દ્વારા હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં હીટવેવ યથાવત રહેશે. આ ઉપરાંત પોરબંદર, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ, કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ છે.