સુરતમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા, પાડોશી જ નીકળ્યો હેવાન
June 02, 2025
ગુજરાતમાં મારામારી, હત્યા, દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામની શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. મૂળ રાજસ્થાનના પાડોશી હેવાને બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકી તાબે ન થતા પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી હતી. સમગ્ર મામલે પરિવારે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ કરીને ગણપત લાલ ચંદ્રપ્રકાશ નામના શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે રાધા રાણી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 5 વર્ષની બાળકી ગત રવિવારે ઘરેથી ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસમાં પાડોશી ગણપત લાલ ચંદ્રપ્રકાશ નામનો શખ્સ બાળકીને લઈને જતો CCTV ફૂટેજમાં નજરે પડે છે. આ પછી પોલીસે શોધખોળ કરીને આરોપી ગણપતને ઝડપી પાડ્યો હતો. વધુ તપાસમાં બાળકીનો મૃતદેહ એક ખેતરમાંથી મળી આવ્યો હતો.
સમગ્ર મામલે પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, નરાધમ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકી તાબે ન થતાં અને બૂમાબૂમ કરતા આરોપી ગણપતે મોઢા પર પથ્થરના ઘા મારીને બાળકીની કરપીણ હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કડોદરા પોલીસે મૃતક બાળકીનો મૃતદેહ પી.એમ. અર્થે મોકલી, આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
સુરત નાસીર નગર મેગા ડિમોલિશન કેસમાં 5 અધિકારી સસ્પેન્ડ, મનપાનું કાલે હાઈકોર્ટમાં સોગંદનામું
સુરત નાસીર નગર મેગા ડિમોલિશન કેસમાં 5 અધ...
Jul 01, 2026
વાપીમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, અંડરપાસ બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો
વાપીમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતાં...
Jul 01, 2026
2 કલાકમાં 27 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સૌથી વધુ વાપીમાં 4.13 ઈંચ ખાબક્યો
2 કલાકમાં 27 તાલુકામાં મેઘરાજાની ધમાકેદા...
Jul 01, 2026
લાઇક્સ અને ફોલોઅર્સ ન વધ્યા તો ડિપ્રેશન! ગુજરાતમાં સોશિયલ મીડિયા 'વળગણ' ધરાવતા દર્દીની સંખ્યામાં 650 ટકાનો વધારો
લાઇક્સ અને ફોલોઅર્સ ન વધ્યા તો ડિપ્રેશન!...
Jun 30, 2026
સુરતમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ ખાબક્યો, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
સુરતમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ ખાબક્યો,...
Jun 30, 2026
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્ત...
Jun 29, 2026
Trending NEWS
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026