જ્ઞાતીજનને 100 % મતદાન કરવા અને શાંતી જાળવવા ક્ષત્રીય સમાજની અપીલ

May 04, 2024

જામનગર- રાજપૂત સમાજ સંકલન સમિતિ જામનગર તથા રાજપૂત કરણી સેના જામનગરના પ્રદેશ ઉપાધ્યક્ષ દોલતસિંહ જાડેજા દ્વારા રાજપુત સમાજ માટે લોકસભા ચૂંટણી અનુસંધાને અતિ મહત્વનો સંદેશ જાહેર કરવામાં આવ્યો છે.


જામનગર શહેર તથા જીલ્લામાં વસતા ક્ષત્રિય પરિવારોના ભાઈઓ, બહેનો, યુવાનોને ક્ષત્રિય સમાજના આગેવાનોને નિવેદન કર્યું છે કે, ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલન અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલ છે. અને તારીખ 03/05/2024ના ક્ષત્રિય નારી અસ્મિતા મહાસંમેલન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ હોય, જેથી હવે ચુંટણીની છેલ્લી ઘડી આપણા આંદોલનને અવળે પાટે ચડાવવા કે શાંતિ ડહોળવા પ્રયાસ થાય તેવી ભીતિ છે. 


આપને ફક્તને ફક્ત તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન ૧૦૦% કરવું અને અન્ય સમાજનું મતદાન આપણી તરફેણમાં કરાવવા અંગે ધ્યાન દોરવું અને તે કાર્યમાં જોડાઈ જવું. ઉલ્લેખનીય છે કે 2જીના સંમેલનમાં જય ભવાની ભાજપ જવાનીના નારાથી ક્ષત્રિયોએ આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરી અને કોંગ્રેસમાં મત આપવાનું આહવાન કર્યું હતું.