રશિયન ડ્રોન્સ પોલેન્ડની હદમાં ઘૂસતાં નાટોએ ઓપરેશન ઇસ્ટર્ન સેન્ટ્રી શરૂ કરી દીધું
September 13, 2025
- ઇસ્ટર્ન ફ્લેન્ક મજબૂત કરવા, ફ્રેન્ચ, ડેનિશ, જર્મની અને યુકેનાં દળો, પોલેન્ડની પૂર્વ સરહદે રશિયા, બાયલો રશિયા તરફ ગોઠવાયાં
નવી દિલ્હી : નાટોએ શુક્રવારે જણાવ્યું હતું કે રશિયા, બાયલો રશિયા અને યુક્રેન સરહદે ઇસ્ટર્ન ફ્લેન્ક મજબૂત કરવા નવા શસ્ત્ર સરંજામ સાથે ગોઠવામાં આવી રહ્યાં છે. રશિયન ડ્રોન્સ પોલેન્ડની સરહદમાં ઘૂસી ગયા પછી નાટો દળો સતેજ થઇ ગયાં છે.
યુરોપ સ્થિત નાટોના સુપ્રીમ કમાન્ડર યુ.એસ.જનરલ એલેક્ષસ ગ્રીનકેલિએ નાટોનાં બુ્રસેલ્સ સ્થિતહેડ ક્વાર્ટરમાં આ માહિતી આપી હતી. ફ્રાંસનાં રાફેલ જેટ્સ ડેન્માર્કનાં એફ-૧૬ જેટ ફાઈટર્સ, ગ્રાઉન્ડ બેઝડ ડીફેન્સ સીસ્ટીમ્સ તો ભૂમિ ઉપર ગોઠવાઈ ગયાં છે. સાથે પોલેન્ડનાં સમુદ્ર તટે ફિગેટ્સ પણ ગોઠવવામાં આવી રહી છે. આ ઉપરાંત સંરક્ષણ હરોળમાં રહેલા ગેપ્સ પણ પૂરવામાં આવી રહ્યા છે. આ રીતે નાટો ગુ્રપની સમગ્ર ઇસ્ટર્ન ફ્લેન્ક મજબૂત બનાવવામાં આવી છે.
પોલેન્ડના સંરક્ષણ મંત્રી વ્લાદીસ્લાવ કામીઝે આ સંરક્ષણ વ્યવસ્થાની પ્રશંસા કરી છે. પોસ્ટ X ઉપર તેમણે લખ્યું : જ્યાં જરૂર ઉભી થાય ત્યાં સક્રિય તૈયારીઓ થઇ પડી છે. રશિયાનાં કેટલાંએ ડ્રોન વિમાનો બુધવારે પોલેન્ડની સરહદમાં ઘૂસી ગયાં હતાં. તેથી નાટોએ તેમનાં ફાઈટર જેટ્સ મોકલી આપ્યાં હતાં અને ફરી આવી ઘટના બને તો તે ઘૂસણખોર ડ્રોન વિમાનોને તોડી પાડવા આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટનાનો રશિયા સદંતર નકાર ભણતાં કહ્યું હતું કે તે ડ્રોન વિમાનો કૈં પોલેન્ડ ઉપર હુમલો કરવા ગયાં જ ન હતાં. બીજી તરફ રશિયાનાં સાથી રાષ્ટ્ર બેલારૂસે કહ્યું હતું કે તે ડ્રોન વિમાનો ભૂલથી પોલેન્ડની સરહદમાં ઘૂસી ગયાં હતાં. તે માટે પોલેન્ડ જવાબદાર છે. પોલેન્ડે તે ડ્રોન્સની કોમ્યુનિકેશન સીસ્ટીમ જ જામર દ્વારા જામ કરી દીધી હતી. તેથી તેઓ નિશ્ચિત માર્ગ ચૂકી ગયાં હતાં અને પોલેન્ડની સરહદમાં ઘૂસી ગયાં હશે.
Related Articles
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ...
Aug 29, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચેતવણી- નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો...
Aug 29, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીય પરિવારોમાં ફફડાટ
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે...
Aug 29, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ...
Aug 28, 2026
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
Trending NEWS
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026