ગુજરાતની 25 બેઠક પર મતદાન:પહેલા બે કલાકમાં સરેરાશ 9.87 ટકા મતદાન

May 07, 2024

આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાલબુર્ગીના ગુંડુગુર્થી ગામમાં મતદાન મથક પર મતદાન કર્યું હતું. કાલેબુર્ગી બેઠક પરથી કોંગ્રેસે રાધાકૃષ્ણને અને ભાજપે ઉમેશજી જાધવને મેદાનમાં ઉતાર્યા છે.ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર.પાટીલે પરિવાર સાથે સુરતના ખાતે ભટાર વિસ્તારમાં બુનિયાદી શાળામાં મતદાન કર્યું હતું.

વડોદરા શહેર અને જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ સવારે 7:00 વાગ્યાથી શરૂ થયો હતો બપોરની આગ ઝરતી ગરમીમાં મતદાન કરવાના બદલે ઠંડા પહોરે સવારે મતદાન કરવા માટે મોટી સંખ્યામાં મતદારો બહાર નીકળ્યા હતા. પ્રથમ બે કલાકમાં 10 ટકા જેટલું મતદાન થયું હોવાનો અંદાજ છે. વડોદરા લોકસભાની બેઠક માટે શહેર વિસ્તારના મતદાન મથકે મોટી સંખ્યામાં મતદારોની ભીડ જણાઈ હતી અનેક સતાયુ મતદારો પણ મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા. મતદાન દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. શહેરમાં કેટલીક જગ્યાએ મોક ટેસ્ટ દરમિયાન ઇવીએમ ખોટો વાયા હોવા અંગેની ફરિયાદો બાદ ઇવીએમ બદલવામાં આવ્યા હતા અને ત્યારબાદ શાંતિ પૂર્વક મતદાન શરૂ થયું હતું. 

• ગુજરાતમાં અત્યાર સુધીમાં કઈ બેઠકમાં કેટલું મતદાન

બેઠક ટકાવારી
અમદાવાદ પૂર્વ 8.03%
અમદાવાદ પશ્ચિમ 7.23%
અમરેલી 9.13%
આણંદ 10.35%
બારડોલી 11.54%
ભરૂચ 10.78%
બનાસકાંઠા 12.28%
ભાવનગર 9.20%
છોટા ઉદેપુર 10.27%
દાહોદ 10.94%
ગાંધીનગર 10.31%
જામનગર 8.55%
જૂનાગઢ 9.05%
ખેડા બેઠક 10.20%
કચ્છ બેઠક 8.79%
મહેસાણા 10.14%
નવસારી 9.15%
પોરબંદર 7.84%
પંચમહાલ 9.16%
પાટણ 10.42%
રાજકોટ 9.77%
સાબરકાંઠા 11.43%
સુરેન્દ્રનગર 9.43%
વડોદરા 10.64%
વલસાડ 11.65%

 

અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન જ્યારે સૌથી ઓછુ મહારાષ્ટ્રમાં

બેઠક 9 વાગ્યા સુધીની ટકાવારી
પશ્ચિમ બંગાળ 14.60%
મધ્યપ્રદેશ 14.07%
છત્તીસગઢ 13.24%
ગોવા 11.83%
ઉત્તર પ્રદેશ 11.13%
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ 10.13%
આસામ 10.12%
બિહાર 10.03%
ગુજરાત 9.83%
કર્ણાટક 9.45%
મહારાષ્ટ્ર 6.64%
આસામ 10.12%