PAK મીડિયાનો દાવો- બાજવા 6 વર્ષમાં અબજોપતિ બન્યા

November 21, 2022

-પત્નીની આવક એક વર્ષમાં બે અબજ હતી, નિવૃત્તિના આઠ દિવસ પહેલા થયો ખુલાસો


દિલ્હી- પાકિસ્તાનના એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનો પરિવાર 6 વર્ષમાં અબજોપતિ બની ગયો છે. પાકિસ્તાની પત્રકાર અહેમદ નૂરાનીએ બાજવાની નિવૃત્તિના માત્ર 8 દિવસ પહેલા રવિવારે 'ફેક્ટ ફોકસ' માટે લખેલા તેમના અહેવાલમાં આ વાત કહી છે. બાજવાનો કાર્યકાળ 29 નવેમ્બરે પૂરો થાય છે.


નૂરાનીએ કહ્યું- છેલ્લા 6 વર્ષમાં બાજવાના સંબંધીઓ અને નજીકના મિત્રોએ ફાર્મ હાઉસ બનાવ્યા, કરાચી, લાહોર સહિત પાકિસ્તાનના મોટા શહેરોમાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને કોમર્શિયલ પ્લાઝા શરૂ કર્યા. આ સિવાય તેણે વિદેશમાં પણ પ્રોપર્ટી ખરીદી છે. આ પ્રોપર્ટીની કિંમત 12.7 અબજથી વધુ છે. આ ડીલ બાજવાની પત્ની આયેશા અમજદ, વહુ મહનૂર સાબીર અને પરિવારના કેટલાક નજીકના સભ્યોના નામે કરવામાં આવી છે.