પાકિસ્તાનના ટાર્ગેટે હતું સુવર્ણ મંદિર, સેનાએ હવાઇ હુમલો કર્યો નિષ્ફળ

May 19, 2025

પંજાબના અમૃતસરમાં ભારતીય સેનાએ આકાશ મિસાઇલ સિસ્ટમ L-70 એર ડિફેન્સ ગન સહિત ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ અમૃતસરના સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોન હુમલાઓથી કેવી રીતે સુરક્ષિત રાખ્યા તેનો ડેમો દર્શાવ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોનો કાટમાળ પણ બતાવ્યો, જેને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા અટકાવવામાં આવ્યો અને તોડી પાડવામાં આવ્યો હતો.

15મી ઇન્ફ્રેંટ્રી ડિવિઝનના જનરલ ઓફ કમાન્ડર મેજર જનરલ કાર્તિક સી. શેષાદ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના પાસે કોઈ ચોક્કસ લક્ષ્યો નથી તે જાણીને, અમને અંદાજ હતો કે તેઓ ભારતીય સેનાના સ્થાપનો, ધાર્મિક સ્થળો સહિત નાગરિક સ્થળોને નિશાન બનાવશે. આમાંથી સુવર્ણ મંદિર સૌથી અગ્રણી હતું. અમે સુવર્ણ મંદિરને સંપૂર્ણ હવાઈ સંરક્ષણ કવર પૂરું પાડવા માટે વધારાના આધુનિક શસ્ત્રો એકત્રિત કર્યા.

8 મેના રોજ સવારના અંધારામાં, પાકિસ્તાને માનવરહિત હવાઈ શસ્ત્રો, મુખ્યત્વે ડ્રોન અને લાંબા અંતરની મિસાઇલો સાથે એક વિશાળ હવાઈ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું, 'અમે આ હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર હતા કારણ કે અમને તેની અપેક્ષા હતી. અમારા બહાદુર અને સતર્ક આર્મી એર ડિફેન્સ ગનર્સે પાકિસ્તાની સેનાના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યો. સુવર્ણ મંદિર પર નિશાન સાધેલા તમામ ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા.