પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો’ મૃતક યતીશની પત્નીનો આક્રોશ

April 26, 2025

પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમાચવી નખાવી નાખ્યો છે ત્યારે તેમના પરિવારજનોના દુઃખની આપણે કલ્પના પણ કરી શકીએ નહી.  આતંકી હુમલાનો ભોગ બનેલ ભાવનગરના મૃતક યતીશની પત્નીએ આક્રોશ ઠાલવતા કહ્યું કે ‘પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો’.

મૃતક યતીશની પત્ની કાજલબેને કહ્યું કે મોદી સાહેબ ભગવાન છે કોઈ સ્ત્રીને આવું દુઃખ ન પડે તેવા પગલાં લો. ઘટના બાદ જ્યારે સરકારના મંત્રી આશ્વાસન આપવા મૃતક યતીશના ઘરે પંહોચ્યા ત્યારે કાજલબેને પોતાની વ્યથા ઠાલવી. કાજલબેને દર્દ સાથે કહ્યું કે અમારા માટે અસહ્ય દુઃખ છે. પિતા-પુત્રનું સાથે મોત કોઈપણ પરિવાર માટે મોટો દુઃખદ આઘાત છે