Breaking News :
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ ભારતે ગ્લોબલ સાઉથ ભાગીદાર બોલિવિયાને જાહેર આરોગ્ય મજબૂત કરવા 8 મેટ્રિક ટન જીવનરક્ષક દવાઓની ખેપ મોકલી વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર 64 મીટરની નજીક પહોંચતા ઘાટના પગથિયાં ડૂબ્યા, કાશી વિશ્વનાથ ધામનું ગંગા દ્વાર બંધ અખાતી દેશોમાંથી ભારતમા આયાત થતા એલપીજી ગેસમાં ઘટાડો

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ

August 25, 2025

રાજકોટ: ભારતના દિગ્ગજ બેટ્સમેન અને સૌરાષ્ટ્રના સુપરસ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં લાંબો સમય પીચ પર ટકીને મોટી ઈનિંગ રમવા માટે જાણીતા ૩૭ વર્ષના  પુજારાએ ૧૩ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૧૦૩  ટેસ્ટમાં ૪૩.૬૦ની સરેરાશથી કુલ ૭૧૯૫ રન નોંધાવવાની સાથે વિક્રમોની હારમાળા સર્જી હતી. તેણે ટેસ્ટમાં ૧૯ સદી અને ૩૫ અડધી સદી પણ નોંધાવી હતી. ટેસ્ટ સ્પેશિયાલીસ્ટ બેટ્સમેન તરીકેની ઓળખ ધરાવતા પુજારાએ સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્ટ લખીને ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.  ઘરઆંગણાના ક્રિકેટમાં પણ રનના ઢગલા ખડકનારા પુજારાની નિવૃત્તિની અપેક્ષા ભારતીય ક્રિકેટ ચાહકોને હતી. તે છેલ્લે ૨૦૨૩ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમ્યો હતો, અને ત્યાર બાદ પસંદગીકારોએ યુવા ખેલાડીઓ તરફ વધુ ધ્યાન આપતાં તેને તક મળી નહતી.  પુજારાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં નિવૃત્તિ જાહેર કરતાં તેનું સમર્થન કરનારા તમામનો આભાર માન્યો હતો અને એમ પણ લખ્યું હતુ કે, દરેક સારી બાબતનો એક અંત હોય છે. છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ એક્સપર્ટ તરીકેની જવાબદારી સંભાળી રહેલો પુજારા તે જ દિશામાં કારકિર્દીને આગળ ધપાવશે તેમ મનાય છે.